“કૃષિ ઉત્કર્ષ પહેલ” અંતર્ગત બોરભાઠા બેટ ગામના નોંધાયેલ ૧૪ ખેડૂતમિત્રો સહ માહિતીપ્રદ ખેત મુલાકાત

ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને ખેડુતો રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો નહિવત પ્રયોગ કર્યા વગરની ફક્ત પ્રાકૃતિક ખેતી કરતા ટેવાય એવા હેતુસર જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ, જિલ્લા ખેતીવાડી શાખા (જિલ્લા પંચાયત, ભરૂચ),GACL એજ્યુકેશન સોસાયટી, વડોદરા અને બોર્ડ ઓફ એન્વાયરનમેન્ટલસસ્ટેનેબિલિટીટ્રસ્ટ, ભરૂચ વગેરે સહભાગીઓના સંયુક્ત પ્રયાસ થકી “કૃષિ ઉત્કર્ષ પહેલ”નાદ્વિતીય તબક્કામાંજિલ્લાના કુલ ૪૦૭૭ પ્રગતિશીલ ખેડૂતમિત્રોનેવ્યવસ્થિતપણે માહિતગાર કરી પ્રાકૃતિક ખેતી અપનાવવાઅર્થેGOPCA સાથે નોંધણી કરાવવામાં આવી છે.
હાલમાં, ડિસેમ્બર ૨૯,૨૦૨૩ના રોજ જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ, જિલ્લા ખેતીવાડી શાખા (જિલ્લા પંચાયત, ભરૂચ),GACL એજ્યુકેશન સોસાયટી, વડોદરા અને બોર્ડ ઓફ એન્વાયરનમેન્ટલ સસ્ટેનેબિલિટી ટ્રસ્ટ, ભરૂચના પ્રતિનિધિશ્રીઓએ અંકલેશ્વર તાલુકા સ્થિત બોરભાઠા બેટ ગામમાં નોંધાયેલ કુલ ૧૪ ખેડૂતજનોને મળી તથા તેઓને આપેલ ફાર્મ ડાયરીનીચકાસણી કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યા બાદ કુલ ૦૩ ખેડૂતજનોએ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી કરેલ અનેક ખેત ઉત્પાદનો, વપરાશમાં લીધેલ પ્રાકૃતિક ખેતીને લગતા અનેક આયોમો પર સમજણ આપી હતી.
ભાવેશ મુલાણી (બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત)