ભરૂચ રોટરી હોલ ખાતે દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો

ભરૂચ રોટરી હોલ ખાતે દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો
Spread the love
  • ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રીની પ્રેરક ઉપસ્થિતિ

ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં રોટરી હોલ ખાતે ભરૂચના શહેરી વિસ્તારના લોકો માટે ભરૂચ નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે,રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે ભરૂચ નગરપાલિકાના 5,6,7,8 અને અગિયારમા વોર્ડ માટેનો ભરૂચ નગરપાલિકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ રોટરી હોલ ખાતે યોજવામાં આવ્યો છે. જેમાં નાગરિકોને મહતમ લાભ લેવા અનુરોધ ધારાસભ્યશ્રીએ કર્યો હતો.

આ સેવાસેતુમાં નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો કે જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ સ્થળ ઉપર જ હાજર રહી નિકાલ કરવામા આવ્યો. રોટરી હોલ ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને યોજનાકીય લાભોનું ઉપસ્થિતોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું સાથે અરજદારોની રજુઆતો તેમજ અન્ય યોજનાકીય અમલીકરણને લગતા પ્રશ્નો સાંભળીને સક્ષમ અધિકારીઓની સમિતિ દ્વારા તેનું નિવારણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ,મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત પાલિકાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ભાવેશ મુલાણી (બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત)

Admin

Admin

9909969099
Right Click Disabled!