રાજુલામા સિવિલ હોસ્પિટલ થી મહુવા જકાતનાકા સુધીના માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકવા માંગ.

રાજુલામા સિવિલ હોસ્પિટલ થી મહુવા જકાતનાકા સુધીના માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકવા માંગ.
રાજુલા શહેરમા સિવિલ હોસ્પિટલ થી મહુવા જકાતનાકા સુધીના રોડ પર અનકે સોસાયટી વિસ્તારો આવેલી છે. અહીં આ રોડ પરથી વાહનોની ભારે અવરજવર રહેતી હોય છે તેમજ પેટ્રોલ પંપ સહિત વેપારીઓની દુકાનો આવેલી છે. ઉપરાંત ખાનગી ટ્રાવેલ્સોની પણ બેકિંગ ઓફિસો આવેલ છે. આ રોડ પર સવાર-સાંજના સમયે ખાનગી ટ્રાવેલ્સ તેમજ એસટી બસો સહિતના નાના-મોટા વાહનો પસાર થતા હોય છે. ત્યારે સોસાયટીના રહીશો બજારમા ખરીદીઓ કરવા માટે નિકળતા હોય છે. ત્યારે રોડ પર વાહનોની અવરજવર રહેતી હોવાને કારણે અકસ્માતનો ભય રહેલો છે. ત્યારે રાજુલા સિવિલ હોસ્પિટલ થી મહુવા જકાતનાકા સુધીના માર્ગ પર તંત્ર દ્વારા સ્પીડ બેકર મૂકવામાં આવે તેવી શહેરીજનોની માંગ ઉઠી છે.
રિપોર્ટ – મહેશ વરૂ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300