માંડલ : વિઠલાપુર ખાતે ભવ્ય ક્ષત્રિય રાજપૂત મહા એકતા સંમેલન યોજાયું

માંડલ તાલુકાના વિઠલાપુર ખાતે ભવ્ય ક્ષત્રિય રાજપૂત મહા એકતા સંમેલન યોજાયું
ક્ષત્રિય મહા એકતા સંમેલન માં સ્થાનિક આગેવાનો કરણસિંહ ચાવડા પ્રમુખ ગુજરાત ક્ષત્રિય સભા, પ્રવિણસિંહ ઝાલા મહામંત્રી માંડલ તાલુકા, પ્રતાપસિંહ સોલંકી, મહિપતસિંહ ઝાલા વિરમગામ અખિલ ગુજરાત રાજપૂત સંઘના પ્રમુખ, દાદુભા ઝાલા પૂર્વ ડેલિકેટ માંડલ, વાધૂભા જાડેજા પૂર્વ પ્રમુખ બેચરાજી, જાલાસણ સરુભા ઝાલા, સિંગપુર નીતુભા ઝાલા વિસનગર પૂર્વ પ્રમુખ બાપુભા વાઘેલા પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા તેમજ કટોશન સ્ટેટ ના ધર્મપાલ સિંહજી અને સરપંચ કડવાસણ ગામ મનુભાઈ ડોડીયા તેમજ વિઠલાપુર ગામના સરપંચ મેરૂભા અને અન્ય રાજપૂત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
સંમેલનમાં ક્ષત્રિય સમાજના પાંચ કરોડ લોકો માટે સામુહિક રાજકીય અને આર્થિક મુદ્દાઓ અંગે પ્રચંડ અવાજ સાથે ઉઠાવ્યો
તાજેતરમાં જ કરણી સેનાના સ્વર્ગસ્થ સુખદેવસિંહ ગોગામેડી અને સ્વર્ગસ્થ વિજયસિંહ ચૌહાણની હત્યા કેસના મામલે ન્યાય મળે અને યોગ્ય તપાસ થાય તેવી માંગ કરી
તેમજ ક્ષત્રિય સમાજમાં આવતા ગરાસીયા રાજપુત કારડીયા રાજપુત કાઠી દરબાર નાડોદા સહિતના સમાજને એક થઈ થાય તે માટે ક્ષત્રિય સંગઠનની રચના અને રણનીતિ યોજાઈ
ક્ષત્રિય સમાજને પંચાયતી માડી પાર્લામેન્ટ સુધી રાજકીય પક્ષોના સંગઠનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના બોર્ડમાં પ્રતિનિધિત્વ મળે તે માટેની માંગણી કરવામાં આવી
સમાજના ભણતા વિદ્યાર્થીઓના છાત્રાલય માટે સરકાર પાસે રાહત દરે જમીનની માંગણી અને વિધવા બહેનોને માસિક પેન્શન માટેની રણનીતિ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300