કલોલમાં રેલવે કર્મીઓના જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ધરણાં કર્યા

કલોલમાં રેલવે કર્મીઓના જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ધરણાં કર્યા
જૂની પેન્શન યોજના લાગુ કરવાની કર્મચારીઓની ઉગ્ર માંગ કરી
કલોલ રેલવે સ્ટેશન એ વેસ્ટર્ન રેલવે મજદુર સંઘના નેજા હેઠળ રેલવે કર્મચારીઓએ ધરણાં પ્રદર્શન કર્યા હતા. તેઓએ નવી પેન્શન સ્કીમ રદ કરી જુની પેન્શન યોજના લાગુ કરવા માટે માંગણી કરીને ધરણાં કર્યા હતા. જેમાં રેલવેના કર્મચારીઓ જોડાયા હતા.
કલોલ રેલવે સ્ટેશનએ વેસ્ટર્ન રેલવે મજદુર સંઘના નેજા હેઠળ રેલવે કર્મચારીઓ દ્વારા ધરણાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કલોલ રેલવે સ્ટેશનએ તેઓએ ધરણાં પ્રદર્શન કરી સુત્રોચાર કર્યા હતા. કર્મચારીઓએ માંગણી કરી હતી. કે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવી પેન્શન એન.પી.એસ. રદ કરવામાં આવે અને જુની પેન્શન યોજના ઓ.પી. એસ. લાગુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તેઓએ પોતાની માંગણીઓ સાથે સુત્રોચાર કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રેલવે ના કર્મચારીઓ જોડાઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300