ખેરગામમાં પુજીત અક્ષત કળશ પાલખી યાત્રાનું વ્હોરા સમાજ દ્વારા સ્વાગત

- ખુબ જ બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો અને ખુબજ સારો આવકાર
ખેરગામ : રામજી મંદિર ટ્રસ્ટ અને શ્રી ખેરગામ સનાતન રામોત્સવ મંડળ દ્વારા અતિ પ્રાચીન રામજી મંદિર માં અયોધ્યામાં બાળ સ્વરૂપ રામલલ્લાજીની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે. ત્યારે વિશ્વજન ઉત્સવને ખેરગામ ગામ- તાલુકાની જનતાએ પણ ખૂબ જ આવકાર આપી ઉમંગભેર ઉજવણીમા સામેલ થનાર છે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ (ખેરગામ પ્રખંડ)તથા રામજી મંદિર મહિલા મંડળ અને ભવાની માતા મહિલા મંડળ પણ સહયોગી છે.
ખેરગામ સનાતન રામોત્સવ મંડળ-રામજી મંદિર આયોજિત અયોધ્યાથી પધારેલા પૂજિત અભિનવ અક્ષત કળશ પાલખી યાત્રાનું ભવ્ય આયોજન સાંજ ના સમયે કરવામાં આવ્યું હતું.જે પાલખીયાત્રાનો શ્રી રામજી મંદિર સંકુલથી પ્રસ્થાન કરી સુથારવાડ, વોહરા મસ્જિદ મેઈન બજાર,ઝંડાચોક,દશેરા ટેકરી, બાબાસાહેબ વર્તુળ કુંભારવાડ સહિતના વિસ્તારોમાં ડીજેના તાલે રામ સૂત્રો -ભજનો સાથે શોભાયાત્રા સ્વરૂપે પસાર થયેલ હતી
આ સોભાયાત્રા ને નગરજનોએ ખૂબ જ ભવ્ય આવકાર આપ્યો હતો. ભવાની માતા મંદિર અને મહાત્મા ગાંધી વર્તુળ ખાતે રાસ ગરબાની રમઝટ પણ બોલાવવા માં આવી હતી.આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં થનાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે નીકળેલી અભિનવ પુજીત અક્ષત કળશ યાત્રામાં તમામ ઘરોને શ્રી રામ મંદિરનું ચિત્ર, વિગતો સાથે પૂજિત અક્ષત અર્પણ કરી નિમંત્રિત કરાયા હતા, જેઓને 21 તારીખની શોભાયાત્રા તથા 22 મીના રામલલ્લા પુનઃપ્રતિષ્ઠા મહાઉત્સવમાં દરેક ના ઘરે રસોડું બંધ રાખી રામજી મંદિર સંકુલમાં સામૂહિક મહાપ્રસાદ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું .
મોટી સંખ્યામાં ભાવિક રામભક્તો અને શ્રી ખેરગામ સનાતન રામોત્સવ મંડળ-રામજી મંદિર ટ્રસ્ટ સહિતના કાર્યકરો ખૂબ જહેમત ઉઠાવી ઐતિહાસિક દિનની ઉજવણી કરનાર છે. સુથારવાડમાં પણ ઘરે ઘરે કળશ પાલખી દર્શન માટે ફરી હતી.પાલખીયાત્રાનું વ્હોરા સમાજના આગેવાન વ્હોરાઓ ફિરોઝ સબ્બીરભાઈ, ખોજેમ ઈસ્માઈલ, મઝાહીર મોઈઝભાઈ વિ. દ્વારા મંડળના પ્રમુખ ધર્મેશ ભરુચા, મંદિરના પ્રકાશ ગજ્જર ,જીતુ પટેલ, ભૌતેષ કંસારા, શૈલેષ ટેલર, લિતેશ ગામિત,આહીર વિ.નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વ્હોરા બિરાદર ફિરોઝ સબ્બીરભાઈ એ સમાજ વતી પ્રમુખ ધર્મેશને રોકડદાન રામલલ્લાઉત્સવ નિમિત્તે આપ્યું હતું, જેનો પ્રમુખે આભાર સ્વીકાર કર્યો હતો.
શ્રીજી હોટલ ખાતે પણ કળશ યાત્રાની પધરાણી કરતા પંકજ મોદીએ સૌ ભક્તોને પેંડાથી મ્હોં મીઠું કરાવ્યું હતું. ભવાની માતા મંદિરમાં પણ કળશ યાત્રાની પધરામણી કરી બાપજી પુજારી યુવરાજગીરીએ રામલલ્લાની આરતી ઉતારી સૌને પ્રસાદ વહેંચ્યો હતો. કળશ યાત્રા ધામધૂમથી ગામ વિચરણ કરી પુનઃ સંકુલમાં પધારી હતી જ્યાં પણ ગરબા ગવાયા હતા. પાલખી યાત્રા દરમિયાન ખેરગામ રામમય બનતા સફળ થતા પ્રમુખ ધર્મેશ ભરૂચા-પ્રકાશ ગજ્જર વિગેરેએ રામ ભક્તોનો આભાર માન્યો હતો અને ૨૧-૨૨ના ભવ્ય કાર્યક્રમ માટે સૌને આમંત્રણ આપ્યું હતું.
રિપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ