વચલા ફ. પ્રા. શાળા નાન્ધઇના ભૂલકાં-બાળકોને તિથિ ભોજન

વચલા ફ. પ્રા. શાળા નાન્ધઇના ભૂલકાં-બાળકોને ડૉ. નિરંજન ફિઝીયોથેરાપિસ્ટ દ્વારા એમના નાની સ્વ. કૈલાશબેન રમણભાઈ પટેલના મોક્ષાર્થે પ્રથમ પુણ્યતિથિ- તા.06/01/2024ના રોજ તિથિ ભોજન આપવામાં આવ્યું . એમણે પવિત્ર બાલ દેવો તથા શિક્ષકો અને એસેમસી સ્ટાફ ને જમાડી આશિષ પ્રાપ્ત કર્યા હતા.આવા ઉમદા કાર્ય માટે શાળા પરિવારે આનંદની લાગણી અનુભવી ડૉ. નિરંજન સારા કાર્યો જીવનભર કરી ખૂબ પ્રગતિ કરે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરી હતી.