સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઇ

સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઇ
Spread the love

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર પી.એન.મકવાણાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાની ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરએ તમાકુ નિયંત્રણ અંગે કરેલ કામગીરી અંગે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા કલેકટરે COTPA ACT-2003ના સઘન અમલીકરણ માટે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ એનફોસમેંન્ટ સ્કોર્ડ દ્વારા દંડની કામગીરી કરવા જણાવ્યું હતું. ઉપરાંત જિલ્લામાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003 અંતર્ગત કરવામાં આવેલ દંડાત્મક કાર્યવાહી વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં કલેક્ટરશ્રીએ શાળાઓ તમાકુ મુક્ત બનાવવા અને શાળાઓમાં વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરવા પણ જણાવ્યું હતું.

રિપોર્ટ : જાડેજા દીપેન્દ્રસિંહ (સુરેન્દ્રનગર)

Admin

Admin

9909969099
Right Click Disabled!