પાટણના સાંતલપુર ખાતે સર્જાયો ગમખ્વાર અકસ્માત: એકનું મોત

પાટણના સાંતલપુર ખાતે સર્જાયો ગમખ્વાર અકસ્માત: એકનું મોત
Spread the love

પાટણના સાંતલપુર ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.હાઇવે પર રસ્તો ક્રોસ કરી રહેલા યુવકને ટ્રેલર ચાલકે અડફેટે લીધો હતો જે બાદ ગંભીર ઇજા પહોચતા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.સાંતલપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ટ્રેલર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

પાટણ જિલ્લાના રાધનપુર સાતલપુર નેશનલ હાઇવે માર્ગ પરથી પૂરઝડપે અને ગફલતભરી રીતે પસાર થતા વાહનચાલકો દ્વારા અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા હોય છે. જેમાં અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે ત્યારે સોમવારની સવારે સાતલપુર હાઇવે માર્ગ પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીક રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારી યુવાનને માર્ગ પરથી પસાર થઈ રહેલા ટેન્કર ચાલકે ટક્કર મારતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ માર્ગ અકસ્માત બાબતે મળતી હકીકત મુજબ સોમવારની વહેલી સવારે સાતલપુર હાઇવે માર્ગ પર આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફથી સાતલપુરના જાડેજા પરિવારનો યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે હાઇવે પરથી આવી રહેલ ટેન્કર ચાલકે યુવાનને અડફેટમાં લેતા ઘટના સ્થળે તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. જેથી હાઇવે પર વાહનોની કતારો જામતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ સાતલપુર પોલીસને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કરવા કમર કસી હતી. લાશને 108 મારફતે સાંતલપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ, રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20240110_005442-0.jpg IMG_20240110_005504-1.jpg IMG_20230721_190135-2.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!