ડાંગ જિલ્લામાં ભર શિયાળે કમોસમી વરસાદ વરસતા એક જ દિવસે બે ઋતુઓનો અનુભવ

ડાંગ જિલ્લામાં ભર શિયાળે કમોસમી વરસાદ વરસતા એક જ દિવસે બે ઋતુઓનો અનુભવ
Spread the love

ડાંગ જિલ્લામાં ભર શિયાળે કમોસમી વરસાદ વરસતા એક જ દિવસે બે ઋતુઓનો અનુભવ

ડાંગ જિલ્લામાં ભર શિયાળે વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાભરમાં ઠેર ઠેર કમોસમી વરસાદ વરસ્યો હતો.વાતાવરણમાં અચાનક પલટો આવતા ડાંગી ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.હાલમાં નોકરિયાત વર્ગ માટે સ્વેટર પહેરવુ કે રેઇનકોટ તેની મૂંઝવણમાં મુકાયા હતા.તેમજ એક જ દિવસે બે ઋતુઓનો અનુભવ થયો હતો.ડાંગ જિલ્લાનાં સુબીર,વઘઈ અને આહવા એમ ત્રણેય તાલુકામાં સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે ઠેર ઠેર વરસાદી અમી છાટણા પડ્યા હતા.ગિરિમથક સાપુતારા સહિત જોવાલાયક સ્થળોએ ધુમ્મસ ભર્યા વાતાવરણમાં અચાનક જ કમોસમી વરસાદનાં છાટણા પડતા રમણીય દૃશ્યો પણ સર્જાયા હતા.વાતાવરણમાં અચાનક જ પલટો આવી જતાં તાપમાનનો પારો પણ ગગડયો હતો.ત્યારે લોકોને દિવસમાં પણ ગરમ કપડા પહેરવાની ફરજ પડી હતી.
નોકરીયાત વર્ગ કે જે માટે અપડાઉન કરતા હોય છે તેમના માટે સ્વેટર પહેરવું કે રેઈનકોટ તે પ્રશ્ન બની ગયો હતો.નોકરિયાત વર્ગે પોતાના સ્થાને પહોંચવા માટે ભારે અગવડનો સામનો કરવો પડયો હતો.ડાંગ જિલ્લામાં એક જ દિવસે બે ઋતુના અનુભવથી લોકોએ અણગમો વ્યક્ત કર્યો હતો.આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ઉભા પાકને લઈને ચિંતા જોવા મળી હતી.ડાંગ જિલ્લામાં સતત ચાર દિવસથી વાતાવરણમાં પલટો રહેતા રવિ પાકોને જંગી નુકસાન થવાની ભીતિ વર્તાઈ હતી. ગિરિમથક સાપુતારા ખાતે આહલાદક વાતાવરણમાં પ્રવાસીઓએ પેરાગ્લાયડીંગ, બોટીંગ સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં મોડી સાંજ સુધી વાદળોએ ઘેરાવો ભરતા સમગ્ર પંથકોનાં વાતાવરણમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!