બ્રાહ્મણી-૨ ડેમમાં પાણીની આવક વધતા નિચાણ વાળા ગામોને એલર્ટ કરાયા

ભરશિયાળે હળવદ પંથકમાં આવેલ બ્રાહ્મણી-૨ ડેમમાં પાણીની આવક વધી રહી છે. જેથી જલસ્તર વધતા ડેમ છલોછલ ભરાઈ ગયો છે. જેને પગલે કોઈ પણ સમયે ડેમના દરવાજા ખોલવામાં આવશે. જેથી નિચાણવાળા નવ ગામોને એલર્ટ કરાયા હતા.
સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ હળવદ તાલુકાના સુસવાવ નજીક આવેલ શક્તિ સાગર (બ્રાહ્મણી-૨) ડેમમાં સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. તથા ભરશિયાળે ડેમ છલોછલ ભરાઈ જતા કોઈ પણ સમયે ડેમના પાટિયા ખોલવા પડે તેવી સ્થિતિ છે. જેના કારણે ડેમના હેઠવાસમાં આવતા સુસવાવ અને કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મીયાળી, ચાડધ્રા, ટીકર અને માનગઢ સહિતના ગામોને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે જે ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર નહિ કરવા અને તકેદારીના પગલા લેવા જણાવ્યું છે
રીપોર્ટ : જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300