જાફરાબાદ ખાતે ધારાસભ્યના નિવાસસ્થાન પર ૨૦ વર્ષથી આવેલું ભવ્ય રામ મંદિર.

રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ૨૨મીએ.
જાફરાબાદ ખાતે ધારાસભ્યના નિવાસસ્થાન પર ૨૦ વર્ષથી આવેલું ભવ્ય રામ મંદિર.
પહેલા રામમંદિરના દર્શન થાય પછી જ ધારાસભ્ય નિવાસસ્થાન આવે ધારાસભ્યના નિવાસ્થાન વચ્ચે આવેલું ભવ્યથી ભવ્ય રામ મંદિર ગુજરાતમાં પ્રથમ ભાજપના ધારાસભ્ય હશે જેના નિવાસસ્થાન આવ્યું છે ભવ્ય રામ મંદિર 22મી જાન્યુઆરીના રોજ આખા ભારત દેશમાં દિવાળી છે કારણ કે 500 વર્ષના ઇંતેજાર પછી ભગવાન શ્રીરામનું મંદિર બનવા જઈ રહ્યું છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યું છે ત્યારે આખા દેશભરમાં ગુજરાત ભરમાં અને અમરેલી જિલ્લામાં તૈયારીઓ ચાલી છે પરંતુ રાજુલામાં એક એવા ધારાસભ્ય જેના ઘરે ૨૦ વર્ષથી ભવ્ય રામ મંદિર આવેલું છે ત્યારે જાફરાબાદમાં પણ અનેક ો માહોલ જોવા મળી રહ્યો છે
જાણવા મળતી વિગત મુજબ રાજુલા જાફરાબાદ ના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી છેલ્લે પાંચ ટર્મથી ધારાસભ્ય છે અને એક ટર્મ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે જાફરાબાદ ખાતે ધારાસભ્યશ્રીનું નિવાસ્થાન આવેલું છે અહીંથી અનેક અરજદારો લોકો ધારાસભ્યને મળવા તેના નિવાસ્થાને જતા હોય છે પરંતુ ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે જો ધારાસભ્યને મળવું હોય તો તેના ઘરની પહેલા ભગવાન શ્રી રામના દર્શન કરવા પડે છે કારણ કે ધારાસભ્યના નિવાસસ્થાન ઉપર જ ભવ્ય રામમંદિર છેલ્લા 20 વર્ષથી છે
આ રામ મંદિરમાં શિવ મંદિર પણ સાથે છે કાયમી સાંજે 7:00 વાગ્યે અને સવારે સાત વાગે ત્યાં આરતી થાય છે તેને માટે એક પૂજારી પણ રાખવામાં આવ્યો છે અને છેલ્લા 20 વર્ષથી ભગવાન શ્રીરામની પૂજા થઈ રહી છે ધારાસભ્ય જ્યારે અહીં વસવાટ ચાલુ કર્યો ત્યારથી જ આ રામ મંદિર ત્યાં આવેલું છે રાજુલા જાફરાબાદ વિસ્તારની પ્રજા આ ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે જતા જ હોય છે કારણ કે ધારાસભ્યના ઘરે જાવ એટલે આ રામ મંદિરના દર્શન થાય 25 ધારાસભ્યશ્રીના મકાનના દર્શન થાય છે ગુજરાતમાં એવી પ્રથમ ઘટના હશે કે ભાજપના કોઈ ધારાસભ્ય ના નિવાસ્થાને આવડું મોટું શ્રીરામ મંદિર હોય ત્યારે અયોધ્યામાં નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે ત્યારે જાફરાબાદના ધારાસભ્ય ના નિવાસ્થાને આવેલા રામ મંદિરમાં પણ અનોખો માહોલ હાલ જોવા મળી રહ્યો છે અને ત્યાં પણ ભવ્ય તડામાર તૈયારીઓ ચાલી રહી છ. નોંધનીય બાબત એ છે કે આ ભગવાન શ્રીરામના મંદિરે દર્શનમારે નાના બાળકોને ખીચડી પણ છેલ્લા 20 વર્ષથી આપવામાં આવે છે અહીં છાસવારે રામધૂન સહિતના કાર્યક્રમો થાય છે ખુદ ધારાસભ્ય વહેલી સવારે અહીં દર્શન કરી માળા કરી અને પોતાના નિત્યક્રમ તરફ જાય છે.
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300