મેંદરડા : ચાઈનીઝ દોરી પ્લાસ્ટિક દોરી ચાઈનીઝ તુક્કલ સહિતની પ્રતિબંધિત વસ્તુ સામે પોલીસની લાલ આંખ

મેંદરડા પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી પ્લાસ્ટિક દોરી ચાઈનીઝ તુક્કલ સહિતની પ્રતિબંધિત વસ્તુ સામે પોલીસની લાલ આંખ
જુનાગઢ રેન્જ પોલીસ મહાન નિરીક્ષક નિલેશ ઝાઝંડીયા પોલીસ નિરીક્ષક હર્ષદ મહેતા નાઓ દ્વારા જિલ્લામાં ચાઈનીઝ દોરી,પ્લાસ્ટિક દોરી, ચાઈનીઝ તુક્કલ નું વેચાણ કરતા પતંગ સ્ટોલના વેપારીઓ તથા ઉપયોગ કરતી જનતાને જરૂરી માર્ગદર્શન આપી તેનો ઉપયોગ કરવો કે વેચાણ કરવું કાયદાકીય ગુનો બને છે જે અંતર્ગત જુનાગઢ ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલીયા ના જરૂરી માર્ગદર્શન હેઠળ
મેંદરડા ખાતે પતંગના સ્ટોલના વેપારીઓ સામે પોલીસે લાલ આંખ કરી છે અને સ્થળ તપાસ કરવામાં આવેલ જેમાં મેંદરડા પીએસઆઇ વાય પી હડિયા તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા આગામી મકરસંક્રાંતિ ના હર્ષોલ્લાસ ના તહેવારમાં આપણી થોડી પળો ની મોજ મજા માટે ચાઈનીઝ દોરી તથા તુકલ ના ઉપયોગથી લોકોને તથા પશુ પંખી ની જિંદગી જોખમમાં મુકાય છે તે બાબતે પતંગ સ્ટોલ નું સધન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતુ અને જરૂરી સુચના માર્ગદર્શન આપવામાં આવેલ
શા માટે ચાઈનીઝ દોરી અને તુકકલનો ઉપયોગ ન કરવો જોઈએ
રાહદારીઓના ગળા કપાઈ તેમજ તેનું મૃત્યુ પણ થઈ શકે છે, પર્યાવરણ અને મુંગા પશુ પક્ષીઓના જીવન ઉપર ખતરો રહે છે, ચાઈનીઝ તુક્કલ થી ઘરોમાં જંગલોમાં તેમજ ખેતરોમાં આગ લાગી શકે છે, ચાઈનીઝ દોરી વિજ તાર ને સ્પર્શતા વિચ કરંટ લાગવાની શક્યતા ખૂબ જ વધી શકે છે અને મૃત્યુ ને ભેટી શકે છે આવી અનેક બાબતોનું ધ્યાનપૂર્વક ચાઈનીઝ દોરી અને તુકકલનો ઉપયોગમાં ન લેવાનો સંકલ્પ કરી પરિવારો અને પર્યાવરણને વિખરતા બચાવી
રીપોર્ટ-કમલેશ મહેતા મેદરડા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300