બીમાર અને લુલિ લંગડી ગાયોની નિઃસ્વાર્થ સેવા કરતું રાજુલાનું પુંજાબાપુ ગૌ સેવા સદન.

બીમાર અને લુલિ લંગડી ગાયોની નિઃસ્વાર્થ સેવા કરતું રાજુલાનું પુંજાબાપુ ગૌ સેવા સદન.
આ ગૌ શાળાના નિભાવ માટે માત્ર ઉત્તરાયણ મક્કર સંક્રાંતિ પર્વ ના દિવસે જ ગૌ ભક્તો ફાળો ઉઘરાવવા નીકળે છે તો ચાલો આપણે સૌ ગૌ માતા વંશજ માટે ઉદાર હાથે ફાળો આપીએ અને અપાવરાવીએ આ ઉમદા કાર્ય મા સાથ અને સહકાર આપીએ પુણ્ય નુ નેક કામ કરીએ
ગૌ શાળા ના ગૌ ભક્તો ની પશુ પાલક ને નમ્ર વિનંતી અપીલ છે કે તમારા માલીકી ના ગૌ વંશજ ને સમાન્ય બીમારી હોય તો ઘરે સારવાર કરો સમાન્ય બીમારી હોય તો ગૌ શાળા મા નો મોકલો અહીં માત્ર રખડતી ભટકતી તરછોડેલી અને કેન્સર જેવા રોગ અસાઘ્ય બીમારી થી પીડાતી ગાયો અને ગૌ વંશ ની સારવાર વિના મુલ્યે કરવામાં આવે છે
રાજુલા શહેરમાં ધાણો નદીના સામાકાંઠે આજથી ૫૯ વર્ષ પહેલાં સ્થાનિક વસિકો દ્વારા કલ્યાણકારી સર્વોદય જીવદયા સંઘના નામે બીમાર અને લૂલિ લંગડી ગાયોની સારસંભાળ લેવા એક ગૌશાળા શરૂ કરવામાં આવી હતી અને આ ગૌશાળાને તે દિવસે અને આજે પણ કાયમી આવકનું કોઇ સાધન ન હોઇ માત્ર ને માત્ર લોકફાળાથી ગૌપ્રેમીઓ દ્વારા સંચાલન થતું હતું. તે દિવસોમાં આ ગૌશાળામાં ગાયો ની સંખ્યા એકદમ મર્યાદિત હતી ગૌશાળામાં કાયમી આવકનું કોઇ સાધન ન હોવા છતાં આજે ૭૦૦થી વધુ ગાયો અને ગૌવંશની સારી રીતે સાર સંભાળ લેવામાં આવે છે. આજે આ ગૌ શાળા પાસે લુલી લંગડી બીમાર હોય તેવી ગાયો ને લેવા જવા માટે દાતા તરફ થી ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ મળેલ છે પૂર્વ ધારાસભ્ય ડેર દ્વારા મળેલ રાજુલા શ્રી શંખેશ્વરી માતાના મંદીર ના ભક્તો તરફ થી દાન મા મળેલ છે પહેલાના વર્ષોમાં ખૂબ જ ઓછા ખર્ચ ગૌશાળાનું સંચાલન થઈ શકતું અને આજે ૭૦૦ ગાયો અને ગૌવંશની સારી સંભાળ લેવા રોજ રૂપિયા ૩૫ થી ૪૦ હજાર કરતા પણ વધારે ખર્ચ થાય છે. રાજુલા શહેરમાં કાઠી ક્ષત્રિય સમાજમાં પુંજાબાપુ નામના એક ગૌભક્ત હતા તેઓ પગપાળા રાજુલા શહેરના ચોક, ગલીઓમાં ફરી જ્યાં જ્યાં બીમાર ગાય કે ગૌવંશને જુએ, બીમારીથી અને અસાધ્ય રોગોથી પિડાતા કૂતરા અને તેના વંશોને જુએ કે તુરત જ તેઓ ગાયો માટે ઘાસ અને કૂતરાઓ માટે રોટલા અને દવા લઇ આવીને આવા પિડાતા રિબતા જીવોની સારસંભાળ સારી રીતે લેતા
પુંજાબાપુની ગૌ ભક્તિથી આ સંસ્થાના સંચાલકો તેઓનો પડયો બોલ ઝીલતા રાજુલાના રહીશ અને વર્ષોથી મુંબઈ વસવાટ કરી સ્થાયી થયેલા મોટા ઉદ્યોગ પતી મોટા વેપારી વણિક શ્રેષ્ઠીઓ પણ પુંજાબાપુનો આદર સત્કાર કરતા. ધણા પ્રસંગોને યાદ કરતા પુંજાભાપુના રહેણાંક એવા ગઢ વિસ્તારના રહીશો આજે પણ યાદ કરીને કહે છે કે સાંજે ગાંઠિયાનું શાક ઘરે બનાવવાનું હોય, પુંજાબાપુ ગાંઠિયા શાક માટે ખરીદી ઘરે પરત ફરી આવી રહ્યા હોય તે વેળાએ જો કોઈ બીમાર કૂતરો રસ્તામાં સામો મળે તો તેઓ ગાંઠિયા ઘરે લઈ જવાના બદલે કૂતરાને ખવડાવી તેની જઠરાગ્નિ ઠારતા અને ઘરે જઈને કહેતા આજે છાશ વધારી નાખો. વધારેલી છાશ અને રોટલો આજે જમશું. પૂજાબાપુનું તા.૨૫ ડિસેમ્બર ૧૯૮૦ના રોજ અવસાન થયું હતું તે દિવસે રાજુલા શહેર વાસીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. આવો સજજડ બંધ રાજુલા શહેરે તેના ઇતિહાસ આજદિન સુધીમાં કોઈ પણ બાબત મા ક્યારે પણ બંધનું કોઈએ એલાન આપ્યું હોય તો પણ કદી પાળ્યો નથી. પુંજાભાપુના અવસાન પછી તેમની સાથે ગૌસેવાની પ્રવૃત્તિમાં ખભેખભા મિલાવી એ સમયે જોડાયેલા ભીખુભાઈ સુખડીયા કે જેને વાય (ફીટ) આવવા ની બીમારી હતી પુંજા બાપુ તેમની સાથે ભીખુભાઈ ને ગૌ સેવા કરવા લઈ ગયા ત્યાર થી ભીખુભાઈ તલાટી ને કોઈ દિવસ વાય ( ફીટ ) આવી નથી ભીખુભાઈ ૧૯૬૫ થી લઈ ને ૨૦૧૬ સુઘી પોતાના અંતિમ શ્વાસ સુધી ગૌ સેવા જીવ્યા ત્યાં સુઘી કરી અને હાલ તેમનો દીકરો કૌશિકભાઈ તલાટી પણ ગૌસેવા કરે છે , આ ઉપરાંત મુંબઈ વસવાટ કરતા વણીક સમાજ ના શ્રેષ્ઠી શ્રીઓ તાપીદાસભાઈ ગાંધી પરીવાર નટરાજ પેન્સીલ વાળા ભાઈદાસ ભાઈ સંઘવી પરિવાર, દુર્લભભાઈ સોની (જગડા )અજીતભાઈ સોની, હસુભાઈ મશરૂ, જેન્તીભાઈ હાનાણી, માવજીભાઈ ભાદાભાઇ કાચરીયા નવીનભાઈ સોની વલકુબાપુ ધાખડા સહિતના આગેવાનો શ્રી કલ્યાણકારી સર્વોદય જીવદયા સંઘના ટ્રસ્ટી મંડળને મળી આ સંસ્થાના નામ સાથે પુંજાબાપુનું નામ જોડવા વિનંતીઓ કરી. ટ્રસ્ટી મંડળ તો પુંજાબાપુની સેવાથી પ્રસન્નતા અનુભવતું હતું. તેઓએ તુરંતજ સંમતિ ઉભા ઉભા જ આપી દીધી તે દિવસથી આ ગૌ શાળા સર્વોદય જીવદયા સંધ (પુંજાબાપુ ગૌ સેવા સદન પાંજરાપોળ)થી ઓળખાય છે.
આજે આ પુંજાભાપુ ગૌ સેવા સદનમાં ૭૦૦થી વધારે ગાય, વાછરડી, બળદ કે જે લૂલા- લંગડા છે, અંધ છે, કેન્સરગ્રસ્ત છે તેવી • ગાયો અને ગૌવંશોની સારી સારવાર અને માવજત સાથે સેવા કરવામાં આવે છે. આ ગૌશાળામાં ચાર પાંચ જેટલી ગાય દૂધ આપે છે તે દૂધનો ઉપયોગ મા વિનાની વાછરડીઓને બોટલમાં દૂધ ભરી પીવડાવાય છે. રાજુલા સ્થિત પુંજાભાપુ ગૌ સેવા સદન કદાચિત સૌરાષ્ટ્રભરમાં એકમાત્ર એવું ગૌ સેવા સદન હશે કે જ્યાં માત્રને માત્ર બીમાર ગાયોની સેવા કરવામાં આવે છે. આ ગૌશાળામાં ૧૪ જેટલા વિશાળ શેડ ગાયો માટે બનાવવામાં આવ્યા છે. ત્યાં ગાયો સારી રીતે ઘાસચારો લઈ શકે, પીવાનું પાણી મળી રહે અને પંખાઓ પણ લગાવ્યા હોય જેથી ગરમીના દિવસોમાં ગાયોને ગરમી સહન કરવાનો વારો ન આવે. આ ગૌ સેવા સદન સાથે સક્રિય રીતે જોડાયેલા ગૌભક્ત બકુલભાઈ વોરા અને ગૌ ભક્ત ભીખુભાઈ ના દીકરા કાનાભાઈ ગૌશાળા વિષેની માહિતી આપતા જણાવે છે કે પ્રતિ સાલ રાજુલા રુદ્ર ગણ ગ્રુપ દ્વારા રાજુલા મા જન્માષ્ટમી નવરાત્રી મા લોકમેળા લોકમેળાનું આયોજન થાય છે અને તેમાંથી આ ગ્રુપ સારું એવું કમાય છે. આ ગ્રુપ દ્વારા દર વર્ષે લોકમેળા યોજાતા પ્રતિ વર્ષ ૧૦ થી ૧૨ લાખ જેવી રકમ આ ગૌશાળાને મળે એવી જ રીતે અમે મોટા ચા -પાનના ગલ્લા કરિયાણા કટલેરી મેડિકલ કાપડ પાન-મસાલાની ઉપરના દુકાનો, તમામ વેપારીઓની દુકાને ફાળા માટે મોટા ડબ્બા મુક્તા તેમાંથી પણ સારી આવક ગૌશાળાને થતી. પ્રતિ વર્ષે આ ગૌ સેવા સદનને મોટી રકમનો ફાળો મળતો હતો. પણ આ રકમ પુરી પડતી નહતી ગૌ શાળા ના રોજિંદા નિભાવ ખર્ચ ની રકમ નો આંકડો ખુબ જાજો છે માટે ફળો એટલો જ જરૂરી હોઇ આ સંસ્થાને રાજુલાના વેપારીઓ, ખેડૂતો, શ્રમજીવીઓ, ઉદ્યોગપતિઓ આર્થિક મદદ કરે તો આ સંસ્થામાં સેવા કરતા ઉત્સાહી યુવાનોન જોમ જુસ્સો જળવાઇ રહે, અત્યારે જે યુવાનોની ટીમ શહેર અને તાલુકાના ગામોમાં ફાળો એકત્ર કરી રહી છે તેમાં બકુલભાઈ વોરા, જેન્તીભાઈ પટેલ, કોશિકભાઈ તલાટી, હર્ષિત ભાઈ દવે, જયદીપભાઈ સોમૈયા, જશગીરી ગોસ્વામી, અલ્પેશભાઈ ડાભી, મનીષપરી ગોસ્વામી, પ્રિતેશભાઈ મેહતા, અશોકભાઈ પરમાર, ભાવેશભાઈ શિયાળ, રવિભાઈ પરમાર,રામકુભાઈ ધાખડા, જયરાજભાઈ વરૂ, બિપીનભાઈ વેગડા કિશોરભાઈ ગીરી ગણપત ભાઈ મકવાણા, દિલીપભાઈ રાયચા સહિતના આગેવાનો ખુબ જહેમત લઇ રહ્યા છે. જ્યારે આપણે ગૌ શાળા ની મુલાકાત લઈએ ત્યારે આપણને તેની આંખો સામે જોતા એમ લાગે કે જાણે તે આપણને એમ કહી રહ્યા છે કે અમે બિચારા ગૌ વંશજ કઈ બોલી શક્તા નથી, અમે બિચારા અમારી વ્યથા તમને સંભળાવીએ શી રીતે ? અમે હાથ લંબાવી શક્તા નથી તે માંગે શી રીતે ? દર્દ ભર્યા આંસુ ટપકતી ભોળી આંખો ચારે કોર નિહાળે, કોઈ અમારા આંસુ લૂછો, કષ્ટો નિવારો અમારો ઇશ્વર પરમ કૃપાળુ પરમાત્મા તમારૂ સૌનુ સારૂ કરશે તો ચાલો આપણે સૌ
આ ગૌ શાળા ના નિભાવ માટે માત્ર ઉત્તરાયણ મક્કર સંક્રાંતિ પર્વ ના દિવસે જ ગૌ ભક્તો ફાળો ઉઘરાવવા નીકળે છે તો ચાલો આપણે સૌ આ ઉમદા કાર્ય મા ગૌ માતા વંશજ માટે ઉદાર હાથે ફાળો આપીએ અને અપાવરાવીએ આ ઉમદા કાર્ય મા સાથ અને સહકાર આપીએ પુણ્યનુ નેક કામ કરીએ.
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300