પોતાના દમ પર સફળ ૮૦ મહિલાઓમાં ત્રણ ભારતીય મહિલાઓનો સમાવેશઃ ફોર્બ્સ

પોતાના દમ પર સફળ ૮૦ મહિલાઓમાં ત્રણ ભારતીય મહિલાઓનો સમાવેશઃ ફોર્બ્સ
Spread the love

ન્યૂયોર્ક,
પોતાના દમ પર સફળ અમેરિકાની ૮૦ અમીર મહિલાઓમાં ત્રણ ભારત મૂળની છે. ફોર્બ્સે અમેરિકાનું રિચેસ્ટ સેલ્ફ મેડ વુમન-૨૦૧૯નું લિસ્ટ જાહેર કર્યું છે. તેમાં ભારત વંશની જયશ્રી ઉલાલ, નીરજા સેઠી અને નેહા નરખેડે છે.
કોમ્પ્યૂટર નેટવ‹કગ ફર્મ અરિસ્તા નેટવર્ક્સના ૫૮ વર્ષના પ્રેસિડન્ટ અને સીઈઓ જયશ્રી ઉલાલ લિસ્ટમાં ૧૮માં નંબરે છે. તેમની નેટવર્થ ૧૪૦ કરોડ ડોલર (રૂ. ૯૬૬૦ કરોડ) છે. ઉલાલ પાસે અરિસ્તાના ૫ ટકા શેર છે.
આઈટી કન્સÂલ્ટંગ એન્ડ આઉટ સો‹સગ ફર્મ સિંટેલના ૬૪ વર્ષના કો-ફાઉન્ડર નીરજા સેઠી અમેરિકાના રિચેસ્ટ સેલ્ફ મેડ વુમન લિસ્ટમાં ૨૩માં નબંરે છે. તેમની નેટવર્થ રૂ. ૧૦૦ કરોડ ડોલર (૬૯૦૦ કરોડ રૂપિયા) છે.
સ્ટ્રીમિંગ ડેટા ટેક્નોલોજી એન્ડ આઉટ સો‹સગ ફર્મ સિંટેલના૩૪ વર્ષના કો-ફાઉન્ડર નેહા નરખેડે ૬૦માં ક્રમે છે. તેમની નેટવર્થ ૩૬ કરોડ ડોલર (૨૪૮૪ કરોડ રૂપિયા) છે.
લિસ્ટમાં પહેલું નામ એબીસી સપ્લાય કંપનીના પ્રમુખ ડાએન હેન્ડરિક્સનું છે. ૭૨ વર્ષના હેન્ડરિક્સની નેટવર્થ ૭ અબજ ડોલર (૪૮,૩૦૦ કરોડ રૂપિયા) છે. બીજા નંબરે ઈ-બેના સીઈઓ ૬૨ વર્ષના મેગ વાઈટમેન છે. તેમની નેટવર્થ ૩.૮ અબજ ડોલર (૨૬,૨૨૦ કરોડ રૂપિયા) છે. ત્રીજા નંબરે લિટિસ સીરજ્સ પિત્ઝાના કો-ફાઉન્ડર મેરિયન ઈલિચ છે. તેમની નેટવર્થ ૩.૭ અબજ ડોલર (૨૫૫૩૦ કરોડ રૂપિયા) છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!