દુબઈમાં બસ દૂર્ઘટનાઃ ૧૨ ભારતીય સહિત ૧૭ લોકોનાં મોત

દુબઇ,
દુબઈમાં એક બસ દૂર્ઘટનામાં ૧૨ ભારતીયોના મોત થઈ ગયા છે. દૂબઈ Âસ્થત ભારતીય કોન્સ્યુલેટ તરફથી આ સમાચારની પુÂષ્ટ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે તે સતત મૃતકોને પરિવારવાળા સાથે સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયે જણાવ્યુ છે કે અમુક પીડિતોના સંબંધીઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમને વધુ માહિતી આપવાની રાહ જાવાઈ રહી છે.
ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યુ છે કે તેમને લોકલ આૅથોરિટીઝ તરફથી જાણકારી આપવામાં આવી હતી કે એક બસ દૂર્ઘટનામાં અમુક ભારતીયોના મોત નીપજ્યા છે. દૂર્ઘટના બાદ જ્યાં ચાર ભારતીયોને ફર્સ્ટ એડ આપીને હોÂસ્પટલમાંથી રજા આપી દેવામાં આવી છે ત્યાં ત્રણનો ઈલાજ રાશિદ હોÂસ્પટલમાં ચાલુ છે. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. દુબઈ પોલિસ તરફથી અપાયેલી માહિતીમાં જણાવવામાં આવ્યુ છે કે માર્ગ અકસ્માતમાં કુલ ૧૭ લોકોના મોત નીપજ્યા છે. આ બધા લોકો ઈદની રજા મનાવીને પાછા ફરી રહ્યા હતા અને બસ ઓમાનથી આવી રહી હતી.
દૂર્ઘટના રાશિદિયા એÂક્ઝટ બાદ શેખ મોહમ્મદ બિન ઝાયદ રોડ પર સાંજે ૫.૪૦ મિનિટે થયો. દુબઈ પોલિસ તરફથી ટ્વીટ કરીને બતાવવામાં આવ્યુ છે કે જે સમયે બસ ટ્રાફિક સિગ્નલ નજીક પહોંચી તે સમયે મેટ્રો સ્ટેશન નજીક આ દૂર્ઘટના બની. જે લોકો માર્યા ગયા છે તે મોટાભાગે બીજા દેશોના રહેવાસી છે. બસમાં ૩૧ લોકો સવાર હતા.