રાજુલા : ગાયત્રી મંદિરે પુસ્તકો મેળો સફળતા પૂર્વક સંપન્ન

રાજુલા : ગાયત્રી મંદિરે પુસ્તકો મેળો સફળતા પૂર્વક સંપન્ન
Spread the love

રાજુલા ગાયત્રી મંદિર ખાતે પુસ્તકો મેળો સફળતા પૂર્વક સંપન્ન

શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર ટ્રસ્ટ અમરેલી દ્વારા તારીખ:- ૦૯/૦૧/૨૪ થી ૧૦/૦૧/૨૪ શ્રી ગાયત્રી શક્તિપીઠ રાજુલા માં ભવ્ય પુસ્તક મેળાનું આયોજન સફળતા પૂર્વક સંપન્ન થયું. પુસ્તક મેળામાં તમામ સાહિત્ય બ્રહ્મ ભોજ માં અડધી કિંમતે આપવામાં આવ્યું. પ્રથમ દિવસે સાંજે ભવ્ય દીપ યજ્ઞમાં યુગ સંદેશ આપવામાં આવેલ.બીજા દિવસે સવારે સામુહિક પૂજન સંસ્કાર (પાંચ) પંચ કુંડિય યજ્ઞ રાખવામાં આવેલ.બે દિવસ દરમિયાન વ્યસનમુક્તિ ચિત્ર પ્રદર્શનનું અવલોકન તમામ શાળા કોલેજો ના વિધાર્થીઓ એ કરેલું. બે દિવસ દરમિયાન ₹ ૩૦,૦૦૦ થી વધારે મૂલ્ય નું સાહિત્ય વિતરણ થયું. ઉપરાંત ૧૦૮ ઘરે ₹ ૧૦૦/- ના સાહિત્ય સેટ આપવા આવ્યા.સમગ્ર આયોજન માં ભારતભાઈ આચાર્ય,જાગૃતિ બેન રાજ્યગુરુ ભૂપતભાઇ જોષી અનિલભાઈ મૌલિનભાઈ અને રાજુલા ગાયત્રી પરિવારના પરિજન ભાઈ બહેન દ્વારા ગુરુ કાર્ય માં ખૂબ જ સુંદર સેવા આપી તે બદલ અમરેલી જિલ્લા ગાયત્રી પરિવાર આભારની લાગણી વ્યક્ત કરે છે.

રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240111-WA0021.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!