રાજુલા માં અયોધ્યા જેવો માહોલ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધારાસભ્યને રૂબરૂ આમંત્રણ.

રાજુલાને અયોધ્યા બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધારાસભ્યને રૂબરૂ આમંત્રણ.
આજરોજ રાજુલા ખાતે ૨૨ જાન્યુઆરીના રોજ ભારત વર્ષમાં ઐતિહાસિક ક્ષણ આવી રહી છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અયોધ્યામાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે તેની ઉજવણીના ભાગસ્વરૂપે ૨૦/૨૧/૨૨ જાન્યુઆરીના રોજ વિવિધ કાર્યક્રમો છે તે બાબત વિશ્વ હિન્દુ પરિષદના હોદેદારો સાથે રાજુલા જાફરાબાદના લોકલાડીલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ વિવિધ ચર્ચાઓ કરી હતી.રાજુલામાં અયોધ્યા જેવો માહોલ બનાવવા દરેક શહેર જનો અને ગ્રામજનો આગેવાનોને સાથે રાખી આયોજન માટે વિવિધ માર્ગદર્શન આપ્યું હતું.
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300