રાજુલામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્ન સમારોહ યોજાયો.

રાજુલામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્ન સમારોહ યોજાયો.
રાજુલા શહેરમા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનુ આયોજન કરવામા આવ્યું હતું. જેમા વિશ્વાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને સમસ્ત મુસ્લિમ જમાત-રાજુલા દ્વારા આયોજીત સમૂહ લગ્નમાં ૨૫ દુલ્હા દુલ્હનોએ પ્રભુતામા પગલા પાડ્યાં હતાં. આ સમૂહ લગ્ન સમારોહમા પધારેલા મહેમાનો તેમજ શાદાતેકીરામ સહિત આગેવાનોનુ પુષ્પગુચ્છ તેમજ ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. પીરેતરીકત પીરસૈયદ મોંહમદ હાસમી પીરબાપુ-ઉના દ્વારા ૨૫ નવદંપતીઓને લગ્નની મુબારકબાદી સાથે સારું ઘર સંસાર વસાવે તેવી શુભકામનાઓ પાઠવેલ હતી. આ સુંદર આયોજન કરવા બદલ વિશ્વાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સમસ્ત મુસ્લિમ જમાત ટીમને શુભેચ્છાઓ પાઠવેલ હતી. આ સમૂહ લગ્નમાં અમરેલી, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ઉના, સહીતના મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતાં. ખાસ આ કાર્યક્રમમા રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર ઉપસ્થિત રહ્યા હતાં અને મુસ્લિમ સમાજ દ્વારા સન્માન કરાયું હતું. આ સમ્રગ આયોજન આરીફભાઇ મહેબુબભાઇ જોખીયા,(પ્રમુખ-સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા) દ્વારા સહયોગ આપવામા આવ્યો હતો. તેમજ પીરેતરીકત હાસમી બાપુએ આરીફભાઇ જોખીયાને આવા નેકકાર્ય કરવા બદલ શુભેચ્છાઓ સાથે શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. આ કાર્યક્રમનુ સંચાલન રહીમભાઈ કનોજીયા તેમજ રાજુલાભાઇ જોખીયા(એડવોકેટ) દ્વારા કરવામા આવ્યું હતું..
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300