રાજુલા-જાફરાબાદ અને ખાંભા પંથકમાં મકરસંક્રાંતિને લઈ વિનામૂલ્યે પતંગોનુ વિતરણ.

રાજુલા-જાફરાબાદ અને ખાંભા પંથકમાં મકરસંક્રાંતિને લઈ વિનામૂલ્યે પતંગોનુ વિતરણ કરાયું.
રાજુલાના પૂર્વ કોંગી ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉતરાયણ પર્વને લઇ રાજુલા-જાફરાબાદ અને ખાંભા વિસ્તારમા વિનામૂલ્યે પતંગોનુ વિતરણ કરવામા આવ્યું હતું. જેમા ત્રણેય તાલુકાઓની પ્રાથમિક શાળાના ધોરણ-૧ થી ધોરણ-૮ ના બાળકોને ઉતરાયણ પર્વ નિમિતે પતંગોનુ વિતરણ કરાયું હતું. પૂર્વ ધારાસભ્ય અંબરીષભાઈ ડેર તેઓ લોકોના પ્રશ્ન હોય કે પછી સેવાકીય બાબતે હોય હરહંમેશા તત્પર રહ્યા છે. અને દર વર્ષે ઉતરાયણ પર્વ નિમિતે પ્રાથમિક શાળાઓમા પતંગોનુ વિતરણ કરવામા આવે છે. ૯૮-રાજુલા વિધાનસભામા સમાવિસ્ટ રાજુલા-જાફરાબાદ શહેર સહિત રાજુલા,જાફરાબાદ અને ખાંભાના તમામ ગામોની પ્રાથમિક શાળાઓમા પૂર્વ ધારાસભ્ય ડેરની ટીમ દ્વારા અલગ-અલગ ટીમો પાડી સહભાગી થઈ પતંગોનુ વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામા આવ્યું હતું. ત્યારે પતંગ વિતરણ અંતર્ગત શાળાના વિધાર્થીઓમા પણ ખૂબજ આનંદ જોવા મળ્યો હતો. હાંલમા રાજુલાના ડુંગર માંડળ નાના-મોટા મોભીયાણા જીંજકા ડુંગરપરડા નેસડી-૧ સાંજણાવાવ રાભડા ચોત્રા સહિત ગ્રામ્ય વિસ્તારોમા વિતરણ કરવામા આવેલ. જાફરાબાદ અને ખાંભાની તમામ પ્રાથમિક શાળાઓમા પતંગોનુ વિતરણ પૂર્ણ થઈ ગયેલ છે. પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા અંદાજે દોઢ થી બે લાખ પતંગો વિતરણ કરવામા આવ્યું હતું. ઉલ્લેખનિય એ છે કે, જેમનુ નામ અંબરીષ ડેર અને તેમનુ કામ,સંઘર્ષ અને તેનો જુસ્સો તેની ઓળખ બની ગઇ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300