લીલીયા મોટા ખાતે કરુણા અભિયાન 2024 નો પ્રારંભ કરાવતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા

લીલીયા મોટા ખાતે કરુણા અભિયાન 2024 નો પ્રારંભ કરાવતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા
લીલીયા શહેર તાલુકાના 37 ગામોમાં ઉતરાયણ પર્વ પર પક્ષીઓને બચાવવા આજથી શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણા ડિવિઝન દ્વારા વન્યજીવ રેન્જ લીલીયા ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ના વરદ હસ્તે કરુણા અભિયાન 2024 નો પ્રારંભ કરવામાં આવેલ આ પ્રસંગે સૌ પ્રથમ ધારાસભ્ય નું સનમાન કરવામાં આવેલ બાદ વન વિભાગના RFO ગલાણી દ્વારા આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સન્માન કરી આવકાર્યા હતા આ તકે ધારાસભ્ય મહેશભાઈ એ લોકોને અનુરોધ કર્યો હતો સોશિયલ મીડિયા મારફત ઘાયલ પક્ષીઓની માહિતી કરુણા અભિયાન કેન્દ્ર 962 નંબર પર પરથી કરુણા એમ્બ્યુલન્સ ને બોલાવી અને તાત્કાલિક નજીકના પક્ષી સારવાર કેન્દ્રનો સંપર્ક કરવા પણ અનુરોધ કરવામાં આવેલ આ તકે RFO ગલાણી એ જણાવ્યું હતું કે ઉતરાયણ પર્વની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે આ ઉજવણી દરમિયાન કેટલીક બાબત પર ધ્યાન આપવાથી ઘણા પક્ષીઓના જીવ બચી શકે છે વન વિભાગે ઉતરાયણ પર્વને ધ્યાને રાખીને જણાવ્યું હતું કે પક્ષી વિહારના સમય ગાળા એ ધ્યાન રાખી સવારના 9 કલાક પહેલા અને સાંજના 5 વાગ્યા પછી નાગરિકોએ આ સમયગાળા દરમિયાન પતંગ ઉડાડવાનું ટાળવા અપીલ કરી હતી આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ ભનુંભાઈ ડાભી કાનજીભાઈ નાકરાણી ભીખાભાઈ ધોરાજીયા વિપુલભાઈ દુધાત પર્યાવરણ પ્રેમી મહેન્દ્રભાઈ ખુમાણ મનોજભાઈ જોશી પત્રકાર ઇમરાન પઠાણ સહિત વન વિભાગ ના સ્ટાફ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
રિપોર્ટ : ઈમરાન એ પઠાણ.લીલીયા મોટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300