રાજકોટ : “અયોધ્યા” ખાતે રામ મંદિરની પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ વોર્ડ વાઈઝ LED સ્ક્રીન મારફત લાઈવ નિહાળી શકશો.

રાજકોટ શહેર “અયોધ્યા” ખાતે રામ મંદિરની પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ વોર્ડ વાઈઝ LED સ્ક્રીન મારફત લાઈવ નિહાળી શકશો.
રાજકોટ : રાજકોટ શહેર મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા સંયુક્ત યાદીમાં જણાવે છે કે રામ જન્મભૂમિ “અયોધ્યા” ખાતે નિર્માણ પામેલ રામ મંદિરની તા.૨૨/૧/૨૦૨૪ ના રોજ પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે આ મહોત્સવનું શહેરીજનો બહોળી સંખ્યામાં લાઈવ નિહાળી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઈઝ LED સ્ક્રીન મારફત જીવંત પ્રસારણ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારી શરૂ કરવામાં આવેલ છે.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300