રાજકોટ : હુડકો ચોકડી પાસેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ ટ્રક પકડી પાડતી ભક્તિનગર પોલીસ.

રાજકોટ શહેર હુડકો ચોકડી પાસેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ ટ્રક પકડી પાડતી ભક્તિનગર પોલીસ.
રાજકોટ : રાજકોટ શહેર પ્રોહી/જુગારની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા અને પો.સ્ટે વિસ્તારમાં પ્રોહીબીશન/જુગારના કેસો કરવા સુચના આપેલ હોય. PI મયુરધ્વજસિંહ સરવૈયા તથા સર્વેલન્સ PSI એમ.એન.વસાવા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ASI વાલાભાઇ ડાભી નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે હુડકો ચોકડી પાસે સર્વીસ રોડની બાજુમાં માધવ વાહન પાર્કીંગ આવેલ હોય જેમાં ટાટા ટ્રક નં.GJ-03-BW-8519 વાળામાં ઇંગ્લીશ દારૂ જથ્થો ભરેલ છે જે બાતમી આધારે હકીકત વાળી જગ્યાએથી ઇસમને ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ ટ્રક સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જયદીપભાઇ દિપકભાઇ લહેરૂ ઉ.૨૯ રહે.આર.કે.પાર્ક શેરીનં.૪ રેલનગર રાજકોટ. કબ્જે કરેલ મુદ્દામાલ બોટલ નંગ-૧૬૮ કી.રૂ.૨,૫૨,૦૦૦ ટ્રક નં.GJ-03-BW-8519 કી.રૂ.૮,૦૦,૦૦૦ નો કબ્જે કરેલ.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300