રાજુલા પોલીસે છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુન્હાના આરોપીની અટક કરી

રાજુલા પોલીસે રૂ.૨૫,૫૩,૫૦૦/- ની છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુન્હાના આરોપીની અટક કરી
રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમા લોકોને “ઇન્ડસ” કંપનીના નામે ટાવર ઉભો કરી આપવાનો ફરીયાદી તથા સાહેદને વિશ્વાસ અને ભરોસો અપાવી રૂ.૨૫,૫૩,૫૦૦/- ની છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુન્હો આચરી આરોપીને અટક કરી આરોપીના નામ. કોર્ટમાંથી દીન-૦૭ ના રીમાન્ડ મેળવી તપાસ દરમ્યાન આરોપી પાસેથી કુલ રૂ.૧૭,૦૦,૦૦૦/- રિકવર કરતી રાજુલા પોલીસ ટીમ
રાજુલા પો.સ્ટે. એ-પાર્ટ નં.૧૧૧૯૩૦૫૦૨૪૦૦૦૧/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય અને આ કામની તપાસ રાજુલા પો.સ્ટે. ના પોલીસ ઇન્સ્પેકટર આઇ.જે. ગીડા દ્વારા શરૂ કરવામા આવેલ અને આ કામનો આરોપી ઘનશ્યામભાઇ લક્ષ્મણભાઇ પટેલ રહે.સુરત, આદર્શ ટાઉનશીપ મયુર કોમ્પલેક્ષ, સલથાણા સુરત શહેર નાઓના નામથી ઇ-ગુજકોપમા સર્ચ કરતા આરોપી વિરૂઘ્ઘ સુરત ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમા આવા જ પ્રકારના કુલ – ૦૩ ગુન્હાઓ દાખલ થયેલ હોય જેથી આ કામના આરોપી લાજપોર મઘ્યસ્થ જીલ્લા જેલ સુરત ખાતે કસ્ટડીમા હોય જે આરોપીનો ટ્રાન્ફર વોરંટથી કબ્જો મેળવી રાજુલા પોલીસ સ્ટેશન લાવી આરોપી વિરૂઘ્ઘ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને અટક કરી નામદાર રાજુલા કોર્ટમા રિમાન્ડ માટે રજુ કરતા નામદાર કોર્ટમાંથી આરોપીના દિન -૦૭ ના રિમાન્ડ મેળવી રિમાન્ડ પરના આરોપીની સઘન અને યુકતી પ્રયુક્તીથી ઉંડાણ પુર્વક તપાસના કામે પુછપરછ કરી સદરહુ ગુન્હાના કામના આરોપીને તપાસના કામે સુરત ખાતે લઇ જઇ સદરહુ ગુન્હાના કામે ગયેલ રૂપિયા પૈકી રૂ.૧૭,૦૦,૦૦૦/- રિકવર કરી કબ્જે કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપીની (૧) ઘનશ્યામભાઇ લક્ષ્મણભાઇ પટેલ રહે.સુરત આદર્શ ટાઉનશીપ મયુર કોમ્પલેક્ષ સલથાણા સુરત શહેર આરોપીનો પુર્વ ઇતિહાસ
(૧) સુરત ગ્રામ્ય કડોદરા DIDC પો.સ્ટે. ફિર નં.૧૧૨૧૪૦૨૩૨૩૨૧૨૩/૨૦ I.P.C. કલમ ૪૦૬, ૪૨૦ મુજબ (૨) સુરત ગ્રામ્ય ઓલપાડ પો.સ્ટે. ફિર નં.૧૧૨૧૪૦૪૨૨૩૧૩૨૫/૨૦૨૩ I.P.C. કલમ ૪૦૬,૪૨૦ મુજબ (૩) સુરત ગ્રામ્ય કામરેજ FIRનં.૧૧૨૧૪૦૨૦૨૩૨૬૨૩/૨૦૨૩I.P.C. કલમ ૪૦૬, ૪૨૦ મુજબ કામગીરી કરનાર અધિકારી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.આઇ.જે.ગીડા તથા પો.સબ ઇન્સ. એમ.એફ.ચૌહાણ તથા સર્વેલન્સ સ્કોડના અના. એ.એસ.આઇ. જયરાજભાઇ જેતુભાઇ વાળા તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા અના.હેડ કોન્સ.હરેશભાઇ દુલાભાઇ કવાડ તથા અના. હેડ કોન્સ.રાણાભાઇ કાબાભાઇ વરૂ તથા પોલીસ કોન્સ. ચંદ્રેશભાઇ મનુભાઇ કવાડ તથા પોલીસ કોન્સ.પુથ્વીરાજસિંહ અશ્વીનભાઇ ચાવડા તથા ડ્રા.પોલીસ કોન્સ.કાળુભાઇ વેલજીભાઇ ડાભી તથા રાજુલા પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300