ચુડા : જરૂરિયાતમંદ લોકોને લીલા ધાન અને શુદ્ધ સીંગતેલમાં બનેલો ખીચડો ઘરે ઘરે જઈ વિતરણ કરાયું.
જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે આજે મકરસંક્રાંતિ ના શુભ પર્વ નિમિત્તે નિરાધાર અને અતી જરૂરિયાતમંદ લોકોને લીલા ધાન અને શુદ્ધ સીંગતેલમાં બનેલો ખીચડો ઘરે ઘરે જઈને ખવડાવવામાં આવ્યો હતો.
હાલ જામનગર નિવાસી અને ઓમ ટ્રેનિંગ સેન્ટર (મનો બાળકોની સંસ્થા) ના સંસ્થાપક અને સમસ્ત બ્રહ્મ સમાજ માં ખૂબ જ નામના ધરાવતા અને માત્ર સેવા જ જેનો સંકલ્પ છે એવા શ્રી ડિમ્પલબેન નીતિનભાઈ મહેતા દ્વારા ચુડા ગામે રહેતા મજદુરો અને નિરાધાર લોકોને જ્યારે આજના દિવસે ખીચડો ખાવાનુ ખૂબ જ મહત્વ નું માનવામાં આવે છે ત્યારે ચુડા ગામના યુવાનો રમેશભાઈ સાંગાણી નાગજીભાઈ કોરાટ ભરતભાઈ ગોંડલીયા કિશોરભાઈ સાંગાણી અશોકભાઈ સાંગાણી હિતેશભાઈ પટોળીયા જયંતીભાઈ બોરીસાગર પંકજભાઈ વેગડા દ્વારા શુદ્ધ સિંગ તેલમાં જાતે બનાવીને ઘરે ઘરે જઈને ખીચડાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો આજના તહેવારો ના દિવસોમાં જ્યારે લોકો ફરવામાં અને એકબીજા ની પતંગ આપવામાં વ્યસ્ત હોય ત્યારે સમાજના આર્થિક રીતે જરૂરિયાત મંદ લોકોની મદદ કરતા અને જામનગર શહેરમાં ખૂબ જ જાણીતી સંસ્થા ચલાવતા શ્રી ડિમ્પલબેન નીતિનભાઈ મહેતા અને ચુડા ગામના કોઈપણ સેવાકીય કાર્ય હોય એમાં હર હંમેશ આગળ રહેતા એવા યુવાનો ને અમારી ચેનલ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ.
રિપોર્ટ : પંકજ વેગડા ભેસાણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300