રાજકોટ : કચ્છ-ભુજ ખાતે લુંટના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડતી SOG.
રાજકોટ શહેર કચ્છ-ભુજ ખાતે લુંટના ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ તથા આરોપીઓને પકડી પાડતી SOG.
રાજકોટ : રાજકોટ શહેર મિલ્કત સબંધીત તથા શરીર સબંધીત ગુન્હાઓ વણશોધાયેલ ન રહે તે માટે સતત અને સઘન પેટ્રોલીંગ કરી ખાનગી બાતમીદારો ઉભા કરી ડિટેક્શન કરવા જણાવવામાં આવેલ હોય. રાજકોટ શહેર SOG શાખાના PI જે.ડી.ઝાલા ની રાહબરી હેઠળ ઇન્દ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ગોહિલ, હાર્દિકસિંહ પરમાર નાઓની સંયુક્ત બાતમી આધારે કચ્છ-ભુજ બી.ડિવીઝન પો.સ્ટે.માં દાખલ થયેલ વણશોધાયેલ લુંટના ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ તથા આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરી કચ્છ-ભુજ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે. (૧) રમજાનશા કાસમશા શેખ જાતે.મુસ્લીમ ઉ.૩૦ રહે.સરપટ ગેઇટ તુલસી મીલ પાછળ ભુજ કચ્છ (૨) અમનશા જમાલશા શેખ જાતે.મુસ્લીમ ઉ.૩૬ રહે.સરપટ ગેઇટ તુલસી મીલ પાછળ ભુજ કચ્છ (૩) અલીશા કરીમશા શેખ જાતે.મુસ્લીમ ઉ.૨૮ રહે. સરપટ ગેઇટ તુલસી મીલ પાછળ ભુજ કચ્છ (૪) ઈસભશા આલીશા શેખ જાતે.મુસ્લીમ ઉ.૪૦ રહે.સરપટ ગેઇટ તુલસી મીલ પાછળ ભુજ કચ્છ. કબ્જે કરેલ મુદ્દામાલ રોકડા રૂ.૨,૩૫,૦૦૦, લુટમાં ઉપયોગમાં લેવામાં આવેલ કેટા કાર નં.GJ-18-EA-4711 કિ રૂ.૧૨,૦૦,૦૦૦ કુલ મુદ્દામાલ કિ રૂ.૧૪,૬૧,૦૦૦ નો કબ્જે કરેલ.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300