અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

તા 22મીએ જડેબેસલાક કાયદો વ્યવસ્થા જાળવવા માટે અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
તારીખ ૨૨ ના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે અમરેલી શહેરમાં પણ જ્યારે જુદા જુદા કાર્યક્રમો – થવાના હોય ત્યારે કોઈ અનિચ્છનિય ઘટના ના બને તેવા હેતુથી ડીવાયએસપી ભંડારી અને સીટી પીઆઈ વાઘેલા દ્વારા શાંતિ સમિતિની બેઠક અમરેલી પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવેલી હતી જેમાં હિન્દુ સમાજના અગ્રણીઓ મુસ્લિમ સમાજના તમામ અગ્રણીઓ હાજર રહ્યા હતા ડીવાયએસપી ભંડારી દ્વારા તારીખ ૨૨ ના રોજ જે જે કાર્યક્રમ થવાના હોય તે સંગઠનોના અગ્રણીઓ પાસેથી માહિતી લેવામાં આવી અને તમામ કાર્યક્રમ શાંતિ અને ભાઈચારા થી થાય તેવી સૂચના આપી હતી જેમાં બંને પક્ષ દ્વારા પોલીસને બાંહેધરી આપવામાં આવી હતી કે અમરેલી મા હંમેશા હિન્દુ મુસ્લિમ સાથે રહીને તમામ કાર્યક્રમો કરતા આવે છે ત્યારે આ પણ કાર્યક્રમ એકતાથી કરવામાં આવશે કોઈપણ જાતની કોઈને ઠેસ પહોંચે એવો કોઈ પણ કાર્યક્મ કરવામાં આવશે નહીં…
રિપોર્ટ : ભાવેશ વાઘેલા અમરેલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300