ચુડા, ચોટીલા અને થાનગઢ તાલુકા ખાતે નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ

ચુડા, ચોટીલા અને થાનગઢ તાલુકા ખાતે નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ
Spread the love

સુરેન્દ્રનગર જિલ્લામાં ચુડા, ચોટીલા અને થાનગઢ તાલુકા ખાતે નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ. નશાબંઘી અને આબકારી વિભાગ દ્રાર ચુડા, ચોટીલા અને થાનગઢ તાલુકા ખાતે તા.૧૬/૦૧/૨૦૨૪ના રોજ પોલીસ સ્ટેશન ખાતે યોજાઇ હતી.
ચુડા ખાતે તાલુકા નશાબંઘી અમલીકરણ સમિતિની બેઠકમાં સરકારી સભ્યશ્રી અઘિક્ષક શ્રી આર.ડી.સોલંકી, પોલીસ સબ ઇન્સપેકટર, આફીસર કમાન્ડીંગ ગૃહ રક્ષક દળ તેમજ બિન સરકારી સભ્યશ્રીઓમાં ફુલીબેન સરવૈયા, લાડુબેન કણઝરીયા, અરૂણાબેન વાઘેલા, જગદિશભાઇ મકવાણા, ઇન્દ્રસિંહ જાડેજા, ખુમાનસંગભાઇ સોલંકી હાજર રહયા હતા.
ચોટીલ ખાતે તાલુકા નશાબંઘી અમલીકરણ સમિતિની બેઠકમાં સરકારી સભ્યશ્રી અઘિક્ષક શ્રી આર.ડી.સોલંકી, પોલીસ ઇન્સપેકટર, આફીસર કમાન્ડીંગ ગૃહ રક્ષક દળ તેમજ બિન સરકારી સભ્યશ્રીઓમાં રંજુબેન ઝાપડીયા, ભવાનાબેન કુકડીયા, મીરાબેન ગોંડલીયા, અરજણભાઇ ઘાંઘલ, જિગ્નેશભાઇ પલાડીયા, શૈલેષભાઇ વાલાણી, કમલેશભાઇ પંડયા હાજર રહયા હતા.
થાનગઢ ખાતે તાલુકા નશાબંઘી અમલીકરણ સમિતિની બેઠકમાં સરકારી સભ્યશ્રી અઘિક્ષક શ્રી આર.ડી.સોલંકી, પોલીસ સબ ઇન્સપેકટર, આફીસર કમાન્ડીંગ ગૃહ રક્ષક દળ તેમજ બિન સરકારી સભ્યશ્રીઓમાં કંચનબેન ઝાલા, અરૂણાબેન દેસાણી, નિતાબા રાણા, દાનાભાઇ મિર, મનસુખભાઇ ડાંગરોચા, વિજયભાઇ પ્રજાપતિ, ભૂપેન્દ્રભાઇ નકુમ હાજર રહયા હતા.
આ તમામ ૩ તાલુકાઓમાં તાલુકા નશાબંઘી અમલીકરણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઠરાવ મુજબ સ્કુલ અને કોલેજો થી ૧૦૦ મીટર દુર પાન-મસાલા ની દુકાનો દુર રાખવી તે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી, નશાને કઈ રીતે નાબુદ કરી શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી તેમજ બાળકોમાં વ્યસન અટકે એ માટે વ્યસન મુક્તિ સેમીનારો તેમજ ધર્મ સભા યોજવી વગેરે દ્રારા અને યુવાનોમાં વ્યસન અટકે એ માટે ખાસ કરી ને હાઇસ્કુલ અને કોલોજો માં આ અંગેના જાગૃતિ કાર્યક્રમો થાય અને જાહેર જનતા તથા ખાસ કરીને યુવાનોમાં વ્યસન ન કરવા અંગેની જાગૃતિ આવે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

રિપોર્ટ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240107-WA0009.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!