બાબરા જીલ્લા પંચાયત ના નાની કુંડળ થી ઇતરીયા અને વલારડી થી ચિતલ ના રોડ નુ ખાતમુહૂર્ત
બાબરા જીલ્લા પંચાયત ના નાની કુંડળ થી ઇતરીયા અને વલારડી થી ચિતલ ના રોડ નુ ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા
જીલ્લા પંચાયત ના પ્રમુખ ભરતભાઇ સુતરીયા, નિતિનભાઈ રાઠોડ અશોકભાઇ રાખોલીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા
બાબરા જીલ્લા પંચાયત કરીયાણા બેઠક નિચે આવતા નાની કુંડળ થી ઇતરીયા અને વલારડી થી ચિતલ રોડ નુ આજે બાબરા લાઠી દામનગર બાબરા ના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ જીલ્લા પંચાયત ના જાગૃત સભ્ય જોસના બેન નીતિનભાઈ રાઠોડ દ્વારા સરકાર સમક્ષ તેમજ જીલ્લા પંચાયત અને ધારાસભ્ય શ્રી ને રજુઆત કરવામાં આવી મંજૂરી મળતાં ખાતમુહૂર્ત કરાયું હતું આતકે જીલ્લા પંચાયત ના પ્રમુખ ભરતભાઇ સુતરીયા જીલ્લા ભાજપ ના આગેવાનો નિતિનભાઈ રાઠોડ, ભુપેન્દ્રભાઈ બસિયા તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ રાખોલીયા જીલ્લા પંચાયત ના સભ્ય હીંમતભાઇ દેત્રોજા તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઇ વિરોજા , તાલુકા ભાજપ આગેવાન મધુભાઇ ગેલાણી કાન્તિભાઇ દેત્રોજા, કીરીટ બગડા સહીત આગેવાનો ગ્રામજનો પંચાયત ના સદસ્યો સહિત ઉપસ્થિતિ રહ્યા હતા રોડ મંજૂર થતાં અને કામગીરી ચાલુ થતા જીલ્લા પંચાયત ના કરીયાણા બેઠક ના સભ્ય જોસના બેન નીતિનભાઈ રાઠોડ ને ગ્રામજનો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા તેમજ પાંચાળ પંથકના ગામોમાં અડધી રાતે ના હોંકારા સમાન આગેવાન નિતિનભાઈ રાઠોડ ને સમગ્ર પાંચાળ પંથકના ગામોમાં થી સારી કામગીરી બદલ શુભેચ્છા મળી રહી છે
રિપોર્ટ : દિપક કનૈયા બાબરા