રાજુલા સમર્પણ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
રાજુલા સમર્પણ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
રાજુલા સમર્પણ હોસ્પિટલ ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલું બ્લડ ડોનેશન કેમ્પ તો દરેક જગ્યાએ થતા જ હોય છે પરંતુ આજનો આ બ્લડ ડોનેશનમાં ત્રિવેણી સંગમ જેવો માહોલ જોવા મળ્યો
આ બ્લડ ડોનેશન કેમ્પમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ પીપાવાવ પોલીસ સ્ટેશન રાજુલા અને રાજુલા સમર્પણ હોસ્પિટલ આ ત્રણેયના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પ ભવ્ય રીતે આયોજન કરવામાં આવેલ જેમાં આજના આ કેમ્પમાં કુલ ૭૫ બોટલ એકત્રિત થવા પામેલ આ કાર્ય માં નવકાર બ્લડ બેન્ક મહુવા દ્વારા પોતાની વિશેષ સેવા આપવામાં આવેલી ત્યારે મહત્વ ની બાબતે કે સમર્પણ હોસ્પિટલને એક વર્ષ પૂરું થતાં આ આયોજન કરવામાં આવેલ ત્યારે પોલીસ કર્મી માટે સુરક્ષા સેતુ કાર્યકમ અંતર્ગત તેમજ કોસ્ટ ગાર્ડ દ્વારા કોસ્ટગાર્ડ વીક ચાલી રહ્યું હોય ત્યારે આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો ત્યારે આ કાર્યક્રમમાં કોસ્ટ ગાર્ડના સ્ટાફ દ્વારા તેમજ પોલીસના સ્ટાફ દ્વારા તેમજ આ હોસ્પિટલના તમામ ડોક્ટરો દ્વારા સાથે સાથે હોસ્પિટલમાં આવનાર દર્દીઓના સગાઓ દ્વારા પણ આ કાર્યમાં બ્લડ આપીને સહયોગ આપેલો આ કાર્યક્રમમાં ડોક્ટર જયંતીભાઈ કાતરીયા અને તેમની ટીમ તેમજ કોસ્ટ ગાર્ડની ટીમના મુખ્ય અધિકારી રાકેશકુમાર દ્વારા તેમજ રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ ગીડા દ્વારા અને તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવેલો.
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300