અમેરિકન મોટરસાઇકલ પર ભારત ૧૦૦ ટકા કર વસૂલે છે, અમે મૂર્ખ નથીઃ ટ્રમ્પ

વોશિગ્ટન,
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, ભારતે ભલે અમેરિકાની મોટરસાઇકલો પર આયાત શુલ્ક ૧૦૦ ટકાથી ઘટાડીને ૫૦ ટકા કરી દીધો છે પરંતુ તેમ છતા તે હજુ પણ વધારે છે અને આ અસ્વીકાર્ય છે. મારી આગેવાનીમાં હવે અમેરિકાને વધુ મૂર્ખ બનાવી શકાય નહીં.
ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમે મૂર્ખ દેશ નથી. તમે ભારતને જાઇ લો જે અમારો સારો મિત્ર છે, વડાપ્રધાન મોદી તમે જુઓ તમે શું કર્યું, મોટરસાઇલ પર ૧૦૦ ટકા કર. અમે તેમની પાસેથી કોઇ શુલ્ક લીધો નથી. ટ્રમ્પ ભારત દ્વારા અમેરિકાની મોટરસાઇકલ હાર્લી ડેવિડસન પર લગાવવામાં આવેલા આયાત શુલ્ક તરફ ઇશારો કરી રહ્યા હતા. ટ્રમ્પ માટે આ એક મહત્વનો મુદ્દો છે અને તેઓ ઇચ્છે છે કે, ભારત મોટર સાઇકલ પર લાગાવવામાં આવતા તમામ શુલ્કને રદ કરી દે.
ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, અમે અહીંયાથી મોટરસાઇકલો મોકલીએ છીએ તો ૧૦૦ ટેક્સ લાગે છે પરંતુ જ્યારે તેઓ તેમના દેશથી અહીંયા મોટરસાઇકલ મોકલે છે તો અમે કોઇ ટેક્સ લગાવતા નથી. મેં વડાપ્રધાન મોદી સાથે આ અંગે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, આ સ્વીકાર્ય નથી. વડાપ્રધાન મોદીએ એક ફોન કોલ પર ટેક્સને ૫૦ ટકા સુધી ઘટાડી દીધો છે. પરંતુ તેમ છતા હજુ પણ આ વધુ છે. અમે બન્ને દેશો આ મુદ્દાને ઉકેલવા પર કામ કરી રહ્યા છીએ.