યોગી પર વિવાદાસ્પદ ટીપ્પણી કરનાર પત્રકારને તત્કાળ છોડવા સુપ્રીમનો આદેશ

ન્યુ દિલ્હી,
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર વિવાદાસ્પદ ટિપ્પણી લખવા અને વીડિયો શેર કરવાના મામલમાં પત્રકાર પ્રશાંત કનોજિયાની ધરપકડ થતા સુપ્રીમ કોર્ટે છોડવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં આ કેસમાં સુનવણી કરતાં સુપ્રીમ કોર્ટે યુપી પોલીસને ખખડાવી. સુપ્રીમ કોર્ટે યુપી પોલીસની કાર્યવાહી પર પ્રશ્ન ઉઠાવતા કÌšં કે આખરે કંઇ કલમની અંતર્ગત ધરપકડ કરી છે. કોર્ટે કÌšં કે કનૌજિયાને તાત્કાલિક છોડવામાં આવે, પરંતુ તેમના પર કેસ ચાલતો રહેશે.
સુપ્રીમ કોર્ટે કÌšં કે પ્રશાંત કનૌજિયા એ જે શેર કર્યું અને લખ્યું તેના પર એ કહી શકાય કે તેમણે આવું કરવું જાઇએ નહોતું. પરંતુ તેમની ધરપકડ કયા આધાર પર કરાઇ હતી? સુપ્રીમ કોર્ટે કÌšં કે આખરે એક Âટ્વટ માટે તેની ધરપકડ કરવાની શું જરૂર હતી.
એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે યુપી સરકારને અભિવ્યÂક્તની સ્વતંત્રતાના અધિકારની પણ યાદ અપાવી. કોર્ટે કÌšં કે તેને ઉદારતા દેખાડતા ફ્રીલાંસ જર્નાલિસ્ટ કનોજિયાને છોડી દેવો જાઇએ. કોર્ટે કÌšં કે લોકોની આઝાદી સંપૂર્ણપણે અક્ષ્šણ છે અને તેની સાથે કોઇ સમજૂતી કરાય નહીં. આ સંવિધાનની તરફથી આપવામાં આવેલો અધિકાર છે, તેનું કોઇ ઉલ્લંઘન કરી શકે નહીં.
પ્રશાંતના પત્ની જગીતા અરોરાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને ધરપકડને પડકારી હતી. તેમની અરજીમાં કÌšં છે કે પત્રકાર પર લગાવામાં આવેલી કલમો જામીનના ગુનામાં આવે છે આવા કેસમાં કસ્ટડીમાં મોકલી શકાય નહીં. અરજી પર તરત સુનાવણીની જરૂર છે. કારણ કે આ ધરપકડ ગેરકાયદે અને અસંવૈધાનિક છે. પત્નીની અરજી પર સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ સુનવણી કરવાની વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રશાંત કનોજિયા એ યુપીના સીએમ યોગી આદિત્યનાથને લઇ એક વીડિયો શેર કર્યો હતો. પોલીસના મતે તેમણે એક વીડિયોને શેર કરતાં વિવાદાસ્પદ કેપ્શન લખ્યું હતું.