ગમા પીપળીયા ગામે ધારાસભ્યશ્ર ના વરદ હસ્તે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત

ગમા પીપળીયા ગામે ધારાસભ્યશ્રીજનકભાઈ તળાવિયા ના વરદ હસ્તે 29 લાખના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત
બાબરા તાલુકાના ગમા પીપળીયા ગામે ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાના વરદ હસ્તે પ્રાથમિક શાળામાં ભૂગર્ભ ટાકા સહિત વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ 2 લાખના ખર્ચે પ્રાથમિક શાળામાં ભૂગર્ભ ટાકો અને 2 લાખના ખર્ચે દેવિપુજક વિસ્તારમાં પાણીની ટાંકી તેમજ 4.50 લાખના ખર્ચે પ્લોટ વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને 2 લાખના ખર્ચે આર.સી.સી રોડ દેવળીયા માર્ગ અને 2 લાખ ખર્ચે કુભાર વાળી શેરીમાં પેવર બ્લોક રોડ અને 2.50 લાખ ખર્ચે મેઇન બજારમાં પેવર બ્લોક રોડ તેમજ 2 લાખના ખર્ચે અનુસૂચિત જનજાતિ સ્નાનઘાટ અને 1.50 લાખ ખર્ચે સબ સેન્ટર ની દીવાલ તેમજ 1.50 લાખના ખર્ચે અનુસૂચિત જનજાતિ સ્મશાન દિવાલ 3 લાખના ખર્ચે ભગીરથ પરામાં આર.સી.સી રોડ 80 હજારના ખર્ચે દલિત સમાજ વિસ્તારમાં ભૂગર્ભ ગટર સહિત વિકાસના કાર્યનું ખાતમુહૂર્ત કરાયું
આ તકે ધારાસભ્ય જનકભાઈ તળાવીયા,જિ.પંચાયત સદસ્ય હિંમતભાઇ દેત્રોજા,જિ.પંચાયત સદસ્ય નિતિનભાઈ રાઠોડ,તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ રાખોલિયા,તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ વિરોજા તેમજ હિતેશભાઈ કલકાણી, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ ખુમાણ, ખાખરીયા સરપંચ વિપુલભાઈ કાચેલા , તાલુકા ભાજપ ઉપપ્રમુખ કીરીટભાઇ બગડા, ગમા પીપળીયા ગ્રામ પંચાયત સરપંચશ્રી વિહાભાઇ વાઢીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઈ આલગોતર, વિહાભાઇ, જયેશભાઇ ચોવટિયા તેમજ ગ્રામ પંચાયતના તમામ સદસ્યો, સંગઠનના હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આ તમામ કામો ગુણવત્તા સભર થાય તે અંગેની તકેદારી રાખવા ધારાસભ્યશ્રી જનકભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
રિપોર્ટ દીપક કનૈયા બાબરા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300