બાબરા : ભગવાન શ્રી રામ ની આરતી નો લાભ મેળવતા મુસ્લિમ સમાજના આગેવાનો

બાબરા રામજી મંદિર ચોરા ખાતે ભગવાન શ્રી રામ ની આરતી નો લાભ મેળવતા મુસ્લિમ સમાજના આગેવાનો
બાબરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુન્નાભાઈ મલકાણ દ્વારા તારીખ 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં થયેલ ભગવાનશ્રી રામલલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મારું ગામ અયોધ્યા ધામ પ્રસંગની ઉજવણી નિમિત્તે મારુતિ ચોકમાં રામજી મંદિરમાં ભવ્ય પૂજા અને આરતી નું આયોજન કરવામાં આવેલ તેમાં બાબરા શહેરના તમામ ધર્મપ્રેમીઓ જ્ઞાતિજનો સૌએ સાથે મળી અને ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરી આ પૂજામાં તમામ ધર્મ હિન્દુ સમાજ ,મુસ્લિમ સમાજ ખોજા સમાજ હોરા સમાજ ના સંપ્રદાયોના આગેવાનોએ તેમજ ધર્મપ્રેમી જનતાએ સાથે મળીને આનંદમંગલ થી ભાગ લીધો…
આ ઉજવણી તકે હાજર રહેલ મુસ્લીમ સમાજ ના અગ્રણી રહીમભાઈ પિંજારા , સોકતભાઈ ગાંગાણી, સલીમભાઈ કેશવાણી સોહિલભાઈ કેશવાણી , ઇકબાલભાઇ વાળા, હારૂન મેતર સબીરભાઈ વાળા, સુરેશભાઈ કાવઠીયા કિરીટભાઈ બગડા મનુભાઈ મોદી એમ એમ મહેતા પરેશભાઈ સોની તેમજ મોટી સંખ્યામાં રામ ભક્તોએ હાજરી આપી હતી.. મુનાભાઇ મલકાણ દ્વારા. મુસ્લિમ સમાજ ખોજા સમાજ હોરા સમાજ ગરીયાળા સમાજ ના આગેવાનો નું કેશરી શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું આ તકે કોમી એકતા અને ભાઇચાર નું વાતાવરણ છવાયું હતું એને ભગવાન શ્રી રામ ના આશીર્વાદ મેળવ્યા હતા
રિપોર્ટ દીપક કનૈયા બાબરા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300