દિયોદર : વી કે વાઘેલા હાઇસ્કુલ ખાતે 2.0 ખેલ મહાકુંભનો પ્રારંભ

દિયોદર : વી કે વાઘેલા હાઇસ્કુલ ખાતે 2.0 ખેલ મહાકુંભનો પ્રારંભ
Spread the love

દિયોદર વી કે વાઘેલા હાઇસ્કુલ ખાતે 2.0 ખેલ મહાકુંભનો પ્રારંભ…

બનાસકાંઠા જિલ્લા કક્ષાના પ્રથમ દિવસે અંડર 14માં વી કે વાઘેલા વિજેતા બીજા દિવસે ઓપન ઇજ જી. વી . વાઘેલા કોલેજ વિજેતા….

સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠા દ્વારા 2.0 આયોજિત ખેલ મહાકુંભનો દિયોદર વી.કે વાઘેલા ખાતે શનિવાર ના રોજ પ્રારંભ કરવામા આવ્યો છે. જેમા દર વર્ષે જિલ્લા કક્ષાખેલ મહાકુંભનું વિવિધ જગ્યાએ આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે દિયોદર વી કે વાઘેલા હાઇસ્કુલ ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટનુ આયોજન કરાયું હતું જેમાં અન્ડર ૧૪માં ૧૫ ટિમો અને અન્ડર ૧૭માં ૮ ટીમોએ ફુટબોલની મેચોમાં ભાગ લીધો હતો જેમાં અન્ડર ૧૭માં ફાઇનલ DLLS ગઢ હાઇસ્કુલ વિજેતા બની હતી અન્ડર ૧૪માં યજમાન ટિમ વી .કે વાઘેલા દિયોદર વિજેતા બની હતી જેમાં આ ખેલ મહાકુંભ ફૂટબોલ ટુર્નામેન્ટ તા.૨૭.૨૮.૨૯ સુધી યોજાશે જેમાં રવિવાર ના રોજ ઓપન ઇજ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં જી. વી. વાધેલા કોલેજ વિજેતા બની હતી તેમજ વિવિધ મેચો પણ યોજાઈ હતી જ્યાં 29 તારીખે મહિલા ખેલમહાકુંભ ની ટૂર્નામેન્ટો યોજાનાર છે જેમાં જિલ્લા ની વિવિધ શાળા માંથી ઉત્કૃષ્ટ દેખાવ અને ખેલદિલી પૂર્વક રમતા રમતવીરો ઉત્સાહભેર ભાગ લેશે ત્રણ દિવસ ચાલનાર ખેલમહાકુંભ ટૂર્નામેન્ટો નું તમામ સંચાલન દિયોદર વી કે વાઘેલા સ્પોર્ટસ શિક્ષક રાજુભાઇ દેસાઈ પઢાર સાહેબ એથ્લેટીક્સ કોચ જયેશભાઇ માળી ગુજરાત પોલીસના મનજીભાઈ ભાટી એ તમામ સંચાલન કરી તમામ રમતવીરોને જોમ અને જુશા સાથે ખેલદિલી પુર્વક પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે

રિપોર્ટ પ્રદીપ સિંહ વાઘેલા દિયોદર બનાસકાંઠા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!