કોંગ્રેસે સમય વેડફ્યા વગર રાહુલ ગાંધીના વિકલ્પની શોધ કરવી જાઇએઃ તરુણ ગોગોઇ

ન્યુ દિલ્હી,
આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈએ કહ્યું છે કે, જા રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદે રહેવા ના જ માંગતા હોય તો વાર કર્યા વગર તેમનો વિકલ્પ શોધી લેવો જાઈએ. કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જીદ પર અડેલા રાહુલ ગાંધીએ તેમના ૫૧ સાંસદોની માંગણી પણ નકારી દીધી હતી. રાહુલે કહ્યું હતું કે, હવે તેઓ પાર્ટી અધ્યક્ષ નહીં રહે.
ગોગોઈએ કહ્યું કે, આ સમસ્યાનો ઉકેલ આપણે બધાએ ભેગા મળીને ખૂબ ઝડપથી લાવવો જાઈએ. આપણે ઈચ્છીએ છીએ કે રાહુલ ગાંધી અધ્યક્ષ પદ પર જ રહે. ગાંધી પરિવાર આઝાદી પછીથી કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે. જાકે ઘણી વખત બિન-ગાંધી નેતાઓએ પણ પાર્ટીનું નેતૃત્વ કરેલું છે. જાકે એ સંજાગોમાં આપણે ગાંધી પરિવારનું સમર્થન તો જાઈશે જ.
આ પહેલાં કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે કહ્યું કે, ગાંધી પરિવાર સિવાયની અન્ય વ્યÂક્ત પણ કોંગ્રેસ અધ્યક્ષ બની શકે છે. પરંતુ ગાંધી પરિવારે પાર્ટીમાં સક્રિય રહેવું પડશે. જા રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પદે રહે તો તે સારી વાત જ છે પરંતુ તેમની ઈચ્છાઓનું પણ સન્માન કરવું જાઈએ. તેઓ સંકટ સમયે પાર્ટીને સંભાળવામાં મદદ કરી શકે છે.