અમેરિકા સાથે કરાર નહીં કરવો તે ઈરાનની મૂર્ખતા છેઃ ટ્રંપ

વાશિંગ્ટન,
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે જણાવ્યું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં દ્વારા કરવામાં આવેલા ૨૦૧૫ના પરમાણુ કરારના સ્થાને ઇરાનના નેતા વોશિંગ્ટનની સાથે નવો કરાર નહીં કરે તો તે તેનો ‘સ્વાર્થ અને મૂર્ખતા’ હશે. બુધવારે જાપાનમાં થનારી ય્ ૨૦ સંમેલનમાં જતા પહેલા ટ્રંપે વ્હાઇટ હાઉસમાં કહ્યું કે, તે એવા દેશમાં છે જે આર્થિક સંકટ સહન કરી રહ્યો છે. આ એક નાણાકીય આપત્તિ છે, જેનું સમાધાન તે હાલમાં કરી શકે છે, અથવા ૧૦ વર્ષ બાદ કરશે. મારી પાસે પુરો સમય છે. આ દરમિયાન તેને ધણા પ્રતિબંધો સહન કરવા પડશે.
એક ખાનગી એજન્સના જણાવ્યાં અનુસાર, રાષ્ટ્રપતિએ કહ્યું કે કહી નથી શકતા ઇરાની નેતાઓને પોતાના દેશની ચિંતા છે કે નહીં. તેઓએ કહ્યું કે જા ઇરાની નેતાઓને દેશના લોકોની ચિંતા છે, તો તે ટ્રંપ તંત્ર સાથે કરાર કરે, પરંતુ જા તેવુ ન કરે તો સ્વાર્થ અને મુર્ખ છે.
ટ્રંપે કહ્યું કે તેહરાન અને વોશિંગ્ટનની વચ્ચે કરાર થશે કે નહીં, તે તો ઇરાનના ટોંચના નેતા અયાતુલ્લા અલી ખામનેઇ અને તેની સરકાર પર નિર્ભર કરે છે. આ ઉપરાંત જણાવ્યું કે ઇરાનની સાથે યુદ્ધ નથી ઇચ્છતા, પરંતુ જા બંને દેશોની વચ્ચે યુદ્ધની શરૂઆત થઇ તો તે “વધુ લાંબુ નહીં ચાલે”.
જ્યારે વોશિંગ્ટન દ્વારા કરેલી કાર્યાવાહી પર ખમનેઇએ જણાવ્યું કે અમેરિકા દ્વારા આપેલ વાતચીતની ઓફર ગુંચવણ ભરી છે અને અમારો દેશ ટ્રંપની ધમકીથી ડરશે નહીં. ખમનેઇએ વધુમાં જણાવ્યું કે બહારના કોઇ દબાવથી તેના દેશ પર કોઇ નકારાત્મક પ્રભાવ પાડી શકશે નહીં.