રાજુલા પોલીસે ગુમ થયેલ ત્રણ બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યા.

રાજુલા પોલીસે ગુમ થયેલ ત્રણ બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યા.
Spread the love

રાજુલા પોલીસે ગુમ થયેલ ત્રણ બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યા.

રાજુલા તાલુકાના વાવડી ગામેથી ગુમ થયેલ ત્રણ બાળકોને ડુંગરાળ વિસ્તારમાંથી ગણતરીના કલાકોમાં શોધી કાઢી માતા-પીતા સાથે સુખદ મીલન કરાવતી રાજુલા પોલીસ ટીમ

તા.૦૨/૦૨/૨૦૨૪ ના રોજ સવારના દસેક વાગ્યા આજુબાજુ વાવડી ગામેથી ફોન આવેલ અને જણાવેલ કે હું કૈલાસભાઇ ફુલસીંગભાઇ અજનાર બોલુ છું અને મારા બે બાળકો જેમાં (૧)અંકીત ઉ.વ.૧૩ તથા (૨)રવી ઉ.વ.૧૦ તથા મારા ભાઈનો દીકરો (૩)પીયુષ ઉ.વ.૦૬ નાઓ ગઇ કાલ તા.૦૧/૦૨/૨૦૨૪ ના સાંજના પાસેક વાગ્યાની આજુ-બાજુ ધરેથી રમવા ગયેલ અને પરત આવેલ નથી અને આજ સવાર સુધી અમોએ ધરમેળે તપાસ કરતા મળી આવેલ નથી જે બાબતે ફોનથી રાજુલા પોલીસને જાણ કરતા તથા બનાવની ગંભીરતાની જાણ રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. સુ.આઇ.જે.ગીડાને થતા તાત્કાલીક ધોરણે ગુમ થનારને શોધી કાઢવા રાજુલા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. જી.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ. એમ.એફ.ચૌહાણ તથા રાજુલા સર્વેલન્સ સ્ટાફ તથા આગરીયા બીટ તથા અન્ય રાજુલા પોલીસ સ્ટેશનના ૨૦ જેટલા કર્મચારીઓને તાત્કાલીક બનાવ સ્થળે જઇ ગુમ થનાર બાળકો શોધી કાઢવા તથા બનાવ અંગે ઉંડાણ પુર્વક તપાસ કરવા સુચના આપેલ હોય.

જે અનુસંધાને રાજુલા પોલીસ સ્ટાફ તાત્કાલીક બનાવ વાળી જગ્યા વાવડી ગામે સીમ વિસ્તારમા પહોંચી ગુમ બાળકોની તપાસ ચાલુ કરેલ અને અંદાજે ત્રણ થી પાંસ કી.મી.ના વિસ્તારમાં પોલીસ દ્રારા હ્યુમન ચોર્સની મદદ લઇ મો.સા. તથા પગપાળા ચાલી ગુમ બાળકોને શોધી કાઢવા જહેમત ઉઠાવેલ અને ગણતરીના સમયમાં ગુમ થનાર ત્રણેય બાળકોને અવાવરુ તથા ડુંગરાળ વિસ્તારમાંથી શોધી કાઢેલ, અને આ બનાવ બાબતે ત્રણેય બાળકોને પુછતા જણાવેલ છે કે પોતાની માતાએ ડુંગરાળ વિસ્તારમાં વન્ય જીવોનો ત્રાસ હોવાથી ત્યાં બોર ખાવા જવાની ના પાડેલ તથા ત્યાં જશો તો તારા પીતા ખીજાશે જે ડર બાબતે લાગી આવતા અમો ધરેથી જતા રહેલ હતા. આમ, આ ગુમ થનાર (૧)અંકીત ઉ.વ.૧૩ તથા (૨)રવી ઉ.વ.૧૦ તથા (૩)પીયુષ ઉ.વ.૦૬ વાળાને પોલીસ સ્ટેશન જાણ થતાની ગણતરીની કલાકોમાં ગુમ થનાર ત્રણેય બાળકોને રાજુલા પોલીસ ટીમ દ્વારા શોધી કાઢેલ છે.

રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. સુ.આઇ.જે.ગીડા તથા પો.સબ.ઇન્સ.જી.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ.એમ.એફ. ચૌહાણ તથા સર્વેલન્સ સ્કોડ તથા રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240203-WA0080.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!