જૂનાગઢ : દેશભરમાંથી ઉમટેલા સ્પર્ધકોએ ફૂલ ગુલાબી ઠંડીમાં ગરવા ગિરનારને આંબવા દોટ મૂકી

જૂનાગઢ : દેશભરમાંથી ઉમટેલા સ્પર્ધકોએ ફૂલ ગુલાબી ઠંડીમાં ગરવા ગિરનારને આંબવા દોટ મૂકી
Spread the love

૧૬મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા


દેશભરમાંથી ઉમટેલા સ્પર્ધકોએ ફૂલ ગુલાબી ઠંડીમાં ગરવા ગિરનારને આંબવા દોટ મૂકી


શ્રીમતી ગીતાબેન પરમાર, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો

 

જૂનાગઢ : ૧૬મી અખિલ ભારતીય ગિરનાર-આરોહણ અવરોહણ સ્પર્ધાનો મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો. ગુજરાત સહિત દેશભરમાંથી ઉમટી પડેલા સ્પર્ધકોએ ગરવા ગિરનારને આંબવા વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં દોટ મૂકી હતી.


નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી જલ્પાબેન ક્યાડા, પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્રના ઇન્ચાર્જ ઇન્સ્ટ્રક્ટર શ્રી ઉપેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના (ગ્રામ્ય) પ્રમુખ ડૉ. હમીરસિંહ વાળા, સિનિયર સિટીઝન અને એથ્લિટ રેવતુભા જાડેજા તથા હીરાલક્ષ્મીબેન વાસાણી સહિતના અધિકારી પદાધિકારી પણ ફ્લેગ ઓફ કરવા માટે જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, હરિયાણા, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાંથી પધારેલા સ્પર્ધકો સિનિયર-જુનિયર કેટેગરીમાં કુલ ૫૦૬ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!