પત્રકારો પર થતા ખોટા કેશ તેમજ હુમલા ક્યારેય ચલાવી નહીં લેવાય: લાભુભાઈ કાત્રોડીયા

પત્રકારો પર થતા ખોટા કેશ તેમજ હુમલા ક્યારેય ચલાવી નહીં લેવાય: લાભુભાઈ કાત્રોડીયા
Spread the love

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ ખાતે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.જેમાં અતિથિ વિશેષ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તેમજ વઢીયાર સેવા સમિતિ દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહ નું આયોજન સમી તાલુકાના વરાણા ખાતે આવેલ ખોડીયાર માતાજી ના મંદિરે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો તેમજ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.

સમી તાલુકાના વરાણા ધામ ખાતે આવેલ ખોડીયાર માતાજી ના મંદિરે સમી સાંજે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તેમજ વઢીયાર સેવા સમિતિ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં સૌ પ્રથમ ડીજે ના તાલ સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી. તેમજ ત્યારબાદ સ્નેહ મિલન સમારોહ ની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં ઉપસ્થિત મહાનુભાવો નું માતાજીનો ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત રાધનપુર વિસ્તારના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું હતું કે પત્રકાર એ સમાજનો અરીસો છે જે નાની મોટી તમામ ધટનાઓને ઉજાગર કરવાનું કામ કરે છે. ત્યારે આજના સ્નેહ મિલન સમારોહ માં ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રો ને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

પુર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે અત્યારના સમયમાં પત્રકાર પોલિટિકસ અને પોલિસ પર લોકો અનેક પ્રકારના ગંભીર આક્ષેપ કરતા હોય છે.પરંતુ સાચા અર્થમાં એવું હોતું નથી અને પત્રકાર એ હંમેશા સત્ય ને ઉજાગર કરતો આવ્યો છે અને કરતો રહેશે તેમજ પત્રકાર એ લોકો ના કામ સરકાર સુધી પહોંચાડવા માટે મધ્યસ્થી બની લોકો ના પ્રાણ પ્રશ્નો ને વાચા આપવાનું કામ કરે છે ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાએ જણાવ્યું હતું કે અત્યારે હાલના સમયમાં પત્રકારો પર પોલીસ દ્વારા કાયદાનો દુરુપયોગ કરી ખોટા કેશમાં ફસાવવામાં આવી રહ્યા છે તેમજ પત્રકારો ની પડતર માંગણીઓ હજુ સુધી સરકાર દ્વારા ઉકેલવામાં નથી આવી ત્યારે સત્વરે પડતર માંગણીઓ સંદર્ભે સરકાર દ્વારા સત્વરે ઉકેલ માટે માંગ કરી હતી તેમજ તાજેતરમાં જ સુરત ખાતે પત્રકાર પર થયેલા કેશ બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ હવે ના સમયમાં પત્રકારો સાથે થતા દુર્વ્યવહાર ક્યારેય ચલાવી નહીં લેવાય અત્રે યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયાએ, પ્રદેશ ઇન્ચાર્જ અધ્યક્ષ ગિરવાનસિંહ સરવૈયા, મહીલા પ્રમુખ સમીમબેન પટેલ, પ્રદેશ હોદ્દેદારો, જોન પદાધિકારીઓ,મહિલા વીંગ, લીગલ વીંગ હોદેદારો,જિલ્લા ના પ્રમુખો,સહિત મોટી સંખ્યામાં પત્રકાર બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાતરોડીયા એ વક્તવ્યમાં જણાવ્યું હતું કે જયારે સમાજના શ્રેષ્ઠીઓ પત્રકાર જગતને સહયોગી બનશે ત્યારેજ પ્રામાણિક પત્રકાર જોવા મળશે કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ અન્ય વિસ્તારોમાંથી તાલુકાના પ્રમુખ તેમજ જિલ્લા પ્રમુખો અને મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો તથા વઢીયાર સેવા સમિતિ ના સભ્યો હાજર રહ્યા હતા તેમજ વઢીયાર યુવા સમિતિના તથા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ નાડોદાને ઉપસ્થિત મહાનુભવો તેમજ પત્રકાર મિત્રો દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ વિવિધ મોમેન્ટો આપી તેમની ઉજવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ તમામ પત્રકારો તેમજ મહાનુભવો દ્વારા વઢીયાર પંથકની પ્રખ્યાત લીલા ચણાની દાળ તેમજ બાજરીના રોટલા ની મિજબાની માણી હતી તેમજ રાત્રી દરમિયાન લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ, રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240201-WA0016-0.jpg IMG-20240201-WA0028-1.jpg IMG-20240201-WA0024-2.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!