અમરેલી : ભારત સ્કાઉટ ગાઈડ સંઘના હોદ્દેદારોએ શુભેચ્છા મુલાકાત લીધી.

તારીખ 31/01/ 2024 ના રોજ અમરેલી જિલ્લાનાં નવનિયુક્ત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ગોહીલ સાહેબની અમરેલી જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘના હોદ્દેદારોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે અમરેલી જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘના મુખ્ય કમિશનર શ્રી ભુપેન્દ્રભાઈ બસીયા સાહેબે શ્રી ગોહિલ સાહેબને જિલ્લામાં ચાલતી પ્રવૃત્તિ વિષયક અને હોદ્દેદારશ્રીઓનો પરિચય કરાવ્યો હતો. જ્યારે જિલ્લા આયોજક કમિશનર શ્રી વી.કે.જેઠવા(આચાર્ય શ્રી મેઘાણી સ્કુલ)સાહેબ તથા બસિયા સાહેબે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા બાળકોનો કઈ રીતે વિકાસ થાય છે? તેની ચર્ચા કરી હતી. સિનિયર સ્કાઉટ માસ્ટર શ્રી જી.એસ.ગોસાઈ સાહેબે તથા વી.કે.જેઠવા સાહેબે ગોહિલ સાહેબનું સ્કાર્ફ પહેરાવી પ્રવૃત્તિમાં સ્વાગત કર્યું હતું. જિલ્લા સહમંત્રી અને ગાઈડ કેપ્ટન શ્રી નૂતનબેન માલવીયા એ પ્રાથમિક શાળામાં ચાલતી પ્રવૃત્તિ વિશે સાહેબને માહિતગાર કર્યા હતા. જિલ્લા કમિશનર(ગાઈડ)દીપાબેન ગોહિલે પ્રવૃત્તિ દ્વારા જિલ્લાની શાળાઓએ મેળવેલી સફળતા વિશે માહિતી આપી હતી.જિલ્લા મુખ્ય કમિશનર શ્રી ભુપેન્દ્રભાઈ બસીયાને શ્રી ગોહિલ સાહેબે પ્રવૃત્તિનાં વિકાસ માટે જરૂરી કાર્યવાહીમાં સહકાર આપવા તૈયારી બતાવી.
પંકજભાઈ મહેતા
જિલ્લા મંત્રીશ્રી
અમરેલી જિલ્લા ભારત સંઘ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300