દાંતા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને સારવાર ને બદલે બહાર રેફાર કરાતા હોવાના આક્ષેપ સાથે હોબાળો…..

દાંતા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને સારવાર ને બદલે બહાર રેફાર કરાતા હોવાના આક્ષેપ સાથે હોબાળો…..
નાની મોટી બીમારી,ડ્રેસિંગ વગેરે જેવી સામાન્ય સારવાર માટે પણ પાલનપુર રેફર કરતા હોવાનો આક્ષેપ…..
ગાયનેક ડૉ.ગેરહાજર રહેતા સફાઇ કર્મી, સ્ટાફ નર્સ દ્વારા ડિલિવરી કરાતી હોવાના ગંભીર આક્ષેપ…..
સ્ટાફ ક્વોટર્સ માં પણ રાત્રે ડૉ. હાજર રહેતા નથી….
બનાસકાંઠા જિલ્લા ના તાલુકા મથક દાંતા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે આજ રોજ ગ્રામ જનો દ્વારા તાળા બંધી કરવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે ઘેરાવો કર્યો હતો.
દાંતા એ તાલુકા મથક છે અને આસ પાસ ના નાના મોટા ગામડાઓ માં મુખ્યત્વે આદિવાસી પ્રજા ની વસ્તી માટે મુખ્ય મથક છે ત્યારે સરકાર દ્વારા લોકો ને સારવાર મળે તે માટે સરકારી સિવિલ હોસ્પિટલ દાંતા ખાતે વિવિધ ફેકલ્ટી ના ડોકટરો ની નિમણુક કરાઇ છે.તેમ છતાં ગ્રામ જનો અને આસ પાસ ના લોકો ને સારવાર માટે પાલનપુર જવા મજબૂર બન્યા છે. દાંતા ના એક સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા આક્ષેપ કરાયા છે કે દાંતા સિવિલ હોસ્પિટલ ખાતે વનબંધુઓ અને ગ્રામ જનો કોઈ નાની મોટી બીમારી માટે આવે તો તેમને યોગ્ય સારવાર મળતી નથી.તેમજ ડોકટરો પણ હાજર રહેતા નથી.જ્યારે રાત્રિ ના સમયે કોઈ ડિલિવરી કેસ આવે તો તે સમયે પણ ગાયનેક કે સર્જન હાજર હોતા નથી ત્યારે કોન્ટ્રાક્ટ બેઝ નર્સિંગ સ્ટાફ અને સફાઇ કર્મચારી બહેનો કે વોર્ડ બોય દ્વારા ડિલિવરી કરાય છે.તે સિવાય કોઈ નાની મોટી બીમારી ,અકસ્માત કે ડ્રેસિંગ કરવાનું હોય તેવા કિસ્સા માં પણ સ્ટાફ દ્વારા યોગ્ય સારવાર આપતી નથી અને પાલનપુર સિવિલ ખાતે રેફર કરાય છે.ત્યારે પ્રશ્ન એ છે કે સરકાર દ્વારા ઊંચા પગાર આપી ડોકટરો ને જનસામાન્ય ની સારવાર માટે રખાય છે તેમ છતાં જો સામન્ય જનતા ને પ્રાઇવેટ હોસ્પિટલ કે મોટા શહેરો માં રિફર કરવા પડે તો પછી ડોકટરો ની નિમણુક અને તેમને અપાતી નિવાસ વગેરે ની સ્ટાફ ક્વાર્ટર ની સુવિધા નો હો અર્થ? તેથી આજ રોજ વનબધુઓ સાથે ભેગા મળી ગ્રામજનો દ્વારા સિવિલ હોસ્પિટલ ની તાળા બંધી કરવા માટે બધા ભેગા થયા હતા.જેમાં કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે મોટા પ્રમાણ માં પોલીસ સ્ટાફ હાજર થયો હતો.ત્યારે ગ્રામ જનો દ્વારા ૧ અઠવાડિયા માં જો બધી પ્રાથમિક અને જરૂતિયત ની સારવાર સુવિધા ઓ અને ડોકટરો હાજર નહિ થાય તો તાળા બંધી કરવાની ગ્રામજનો દ્વારા ચીમકી અપાઈ હતી.
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300