પર્યાવરણના જતન માટે વનોનું નિર્માણ કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ
પર્યાવરણના જતન માટે વનોનું નિર્માણ કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ
છેલ્લાં બે વર્ષમાં પાલનપુર તાલુકામાં ૨૦ ગામમાં ૫૬.૫ હેક્ટર વિસ્તારમાં ૫૫ હજાર ૭૧૧ રોપાનું વાવેતર કરવામાં આવ્યું જે પેટે કુલ રૂ.૬૩ લાખ ૮૨ હજારનો ખર્ચ કરાયો.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, પર્યાવરણના જતન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં વાનોના નિર્માણ માટે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે.
વિધાનસભા ખાતે પાલનપુર તાલુકામાં સામુહિક વન નિર્માણ કાર્યક્રમ હેઠળ વૃક્ષોના વાવેતર અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૯ ગામોમાં ૧૩.૫૦ હેક્ટર વિસ્તારમાં ૧૦ હજાર ૮૦૦ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું જે માટે કુલ રૂ.૨૪ લાખ ૯૦ હજાર ખર્ચ કરવામાં આવ્યો હતો. તેજ રીતે વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૧ ગામોમાં ૪૩ હેક્ટર વિસ્તારમાં ૪૪ હજાર ૯૧૧ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે જે માટે કુલ રૂ. ૩૮ લાખ ૯૨ હજાર ખર્ચ કરવામાં આવ્યો છે. એટલે કે છેલ્લા બે વર્ષમાં પાલનપુર તાલુકાના ૨૦ ગામમાં ૫૬.૫ હેક્ટર વિસ્તારમાં ૫૫ હજાર ૭૧૧ રોપાનું વાવેતર કરવામાં આવ્યું જે પેટે કુલ રૂ.૬૩ લાખ ૮૨ હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300