વિસાવદર શબવાહિની વાહનનું લોકાર્પણ કરતા પૂ.મુક્તાનંદબાપુ તથા પૂ.વિજયબાપુ

વિસાવદર શબવાહિની વાહનનું લોકાર્પણ કરતા પૂ.મુક્તાનંદબાપુ તથા પૂ.વિજયબાપુ
વિસાવદર શહેરમાં સેવાકીય કાર્ય કરતી સંસ્થા એટલે ગણપતિ ઉત્સવ સમિતિ. સમિતિના પ્રમુખ સુરેશભાઈ સાદરાણી, નયનભાઈ જોશી તથા ધર્મેશભાઈ વિરાણી ના પુરુષાર્થ સાથે દાતાઓ તરફથી શબવાહિની વાહન ગણપતિ ઉત્સવ સમિતિને અર્પણ કરવામાં આવેલ.
ત્યારબાદ આજ તા.૫-૨-૨૦૨૪ ના રોજ ચાપરડા બ્રહ્માનંદ ધામના શિલ્પી પૂ. મુક્તાનંદબાપુ તથા સતાધાર ધામના મહંત પૂ.વિજયબાપુના વરદ હસ્તે શબવાહિનીનું લોકાર્પણ કરવામાં આવેલ. સૌ પ્રથમ બંને સંતોના આગમન સાથે વિસાવદર ગૌશાળાના મેનેજર શૈલેષભાઈ જોશીએ પુષ્પમાળા પહેરાવી આશીર્વાદ મેળવેલ. બાદ કુમારી વિશ્વાબેન સાદરાણીએ સંતો તથા મહાનુભવોને કુમકુમ તિલક કરી આવકારેલ. માનવસેવા સમિતિના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રાએ સંતવૃંદ તથા શહેરીજનોનું શાબ્દિક સ્વાગત કરેલ. સંતોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. સંતો તથા આમંત્રિત મહેમાનોને સમિતિના સભ્યોએ પુષ્પમાળા પહેરાવી સન્માનિત કરેલ.
બાદ વિજયબાપુ તથા મુક્તાનંદબાપુએ આશીર્વચન પાઠવતા જણાવેલ કે જન્મ સાથે મૃત્યુ નિશ્ચિત છે. આ શબવાહિની વાહન અંતિમ શ્વાસ બાદ મૃતપાય વ્યક્તિને તેમના સ્વજન સુધી પહોંચાડવા નિશુલ્ક સેવા આપશે. સરકાર કરતાં સમાજ સર્વોપરી છે. તેમજ દાતાઓના સહયોગે સમાજલક્ષી સગવડતા ઉભી કરી. દાતાઓને ધન્યવાદ છે, કે આવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે આપની વિચારધારા જોડાયેલ છે. જ્ઞાતિ ભેદભાવ ભૂલી માનવતાની સાંકળ બનાવો. સમાજલક્ષી સર્જનાત્મક કાર્યમાં ઈશ્વર શક્તિ પ્રદાન કરે છે. અનેકમાં એકનું સર્જન કરો. વધુમાં આધ્યાત્મિક બાબતો દ્વારા આશીર્વચન પાઠવેલ.
લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવોમાં મુખ્ય દાતા પ્રભાશંકરદાદા વિકમા, પૂર્વ ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ કાવાણી, પી.આઇ. આર.બી.ગઢવી, ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ સુરેશભાઈ સાદરાણી, વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, વિ.હિ.પ. અધ્યક્ષ હરેશભાઈ સાવલિયા, ગિજુભાઈ વિકમા, ડૉ.રાજન રીબડીયા, કરસનભાઈ વાડદોરિયા, રાજ રીબડીયા, આર.એન.ગોહેલ, અમિતભાઈ હિરપરા, પરસોત્તમભાઈ પદમાણી તેમજ શહેરની જુદી જુદી સંસ્થાના હોદ્દેદારો, ગ્રામ્ય તથા શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
રિપોર્ટ સી. વી જોશી. વિસાવદર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300