ભાભર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

ભાભર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો
Spread the love

બનાસકાંઠા જિલ્લાનાના ભાભર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇની બદલી થતાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો..
છેલ્લા ઘણા સમયથી ભાભર પીએસઆઇ તરીકે એન. વી. રહેવર ફરજ બજાવતા હતા જેમાં ભાભર પોલીસ સ્ટેશનમાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો.
ભાભર પીએસઆઇ એન. રહેવરના વિદાય સમારંભ દરમિયાન ભાભર પોલીસ સ્ટાફ સહિત ભાભરના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ભાભર ટાઉન તેમજ ભાભર ગ્રામીણ વિસ્તારમાં ભાભર પોલીસ સ્ટેશનના પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એન.વી. રહેવરની વડગામ ખાતે બદલી થતાં વિદાય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાભર શહેરમાં પીએસઆઈ એન. વી. રહેવર એક નીડર અને બાહોશ અધિકારી તરીકેની ગણના ધરાવતા હતા જેમાં વિધાનસભાની ચુંટણીમાં પણ કાયદો વ્યવસ્થા જાળવવામાં ભાભર પીએસઆઇ રહેવરે સફળતા મેળવી હતી જ્યારે આજરોજ તેમના વિદાય કાર્યક્રમ દરમિયાન ભાભર શહેરના અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનો અને વડીલો સહિત અન્ય સંસ્થાઓ દ્વારા પીએસઆઇ એન. વી. રહેવરનનુ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ભાભર મીડિયા મિત્રો અને ભાભર પોલીસ સ્ટાફ દ્વારા પણ એન. વી. રહેવરને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ભાભર શહેર તેમજ ભાભર તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..

રિપોર્ટ સુનિલ ગોકલાની ભાભર બનાસકાંઠા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240206-WA0048-2.jpg IMG-20240206-WA0050-1.jpg IMG-20240206-WA0049-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!