લોકસભા ચુંટણી પહેલા નારાજ ભાજપ કાર્યકરોનો ભરતી મેળો યોજાયો

લોકસભા ચુંટણી પહેલા નારાજ ભાજપ કાર્યકરોનો ભરતી મેળો યોજાયો
ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા કાર્યકરો સાથે ફરી ભાજપમાં ધર વાપસી કરી
ગાંધીનગર કમલમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતમાં તમામ નારાજ કાર્યકરોને ફરી ભાજપમાં સમાવેશ કરી ખેસ ટોપી પહેરાવી આવકારી સ્વાગત કર્યું
નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભાની ગત ચુંટણીમાં પૂર્વ સંસદીય સચિવ અને પુર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડી પોતાની નારાજગી સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી વિધાનસભા ની ચુંટણી લડ્યા હતા જેને પગલે ભાજપ પક્ષે પુર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા, મહિલા અને બાળ પુર્વ ડીરેક્ટર ભારતી બેન તડવી, ભાજપ પૂર્વ જિલ્લા અધ્યક્ષ ધનશાયમ દેસાઈ,જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ કિરણ વસાવા, તાલુકા સભ્ય હિતેશ વસાવા, નર્મદા આદિજાતિ મોર્ચો ના અમીત વસાવા, સહકારી આગેવાન દિનેશ બારીયા, એપીએમસી પ્રમુખ જ્યંતી તડવી સહિતના કાર્યકરોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જોકે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ થી નારાજ થઈ હર્ષદ વસાવા અલગ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપમાં ભુકંપ સર્જાયો હતો આ ચુંટણીમાં અપક્ષ ઉમેદવારી કરતા તેઓના સમર્થનમાં હજારોની સંખ્યામાં સમર્થકો કાર્યકરો વિધાન સભાની ચુંટણી દરમિયાન ભાજપ પાર્ટી માં બે ભાગલા સર્જાતા ભાજપ સંગઠનમાં ખુલ્લી જુથ્થબંધી જોવાતી હતી
નાંદોદ ના પુર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા એ ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ ચુંટણી લડતાં ભાજપમાં ભુકંપ સર્જાયો હતો જેને લઇ સમગ્ર બાબતે ભાજપ સંગઠન મા એક જૂથબંદી સર્જવા પામી હતી ભાજપ સંગઠનમાં બે જુથબંદી પડતાં ભાજપ ને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો હાલ ભાજપ પાર્ટી આવનારી લોકસભામાં પક્ષના કાર્યકરો થકી કોઈ પણ પગલે ભાજપ ને નુકશાન થાય તેવું કોઈ કચાસ રાખવા માંગતી નથી જેથી પાર્ટીના તમામ નારાજ કાર્યકરો ને ભાજપમાં ફરી ધર વાપસી કરાવી સમાવેશ કરવાનું અભિયાન શરૂઆત કરી ભરતી મેળાની કવાયત હાથ ધરી છે ત્યારે આજે ગાંધીનગર ના કમલમ ખાતે નર્મદા જિલ્લાના ભાજપ માંથી સસ્પેન્ડ થયેલા ભાજપના પુર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા મહિલા અને બાળ પુર્વ ડીરેક્ટર ભારતી બેન તડવી, ભાજપ પૂર્વ જિલ્લા અધ્યક્ષ ધનશાયમ દેસાઈ, જિલ્લા પંચાયત પુર્વ ઉપ પ્રમુખ કિરણ વસાવા, સભ્ય હિતેશ વસાવા, નર્મદા આદિજાતિ મોર્ચો ના અમીત વસાવા, સહકારી આગેવાન દિનેશ બારીયા, એપીએમસી પ્રમુખ જ્યંતી તડવી સહિત ભાજપના હજારો કાર્યકરો ને ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રમુખ સી.આર. પાટીલ તથા પ્રદેશના હોદ્દેદારો ની ઉપસ્થિત માં ફરી આ તમામને ભાજપમાં ધર વાપસી કરાવી ભાજપ સમાવેશ કરી ખેસ ટોપી પહેરાવી ભાજપમાં આવકારી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રદેશ પ્રમુખ દ્વારા લોકસભાની આવનારી ચૂંટણી ને ધ્યાને લઈ પાર્ટી સંગઠન ને મજબુત બનાવવા તમામ કાર્યકરો ને કામે લાગી જવા અનુરોધ કર્યો હતો
રિપોર્ટ – વિપુલ ડાંગી,રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300