બાબરા : ગળકોટડી ગામે પ્રાથમિક શાળા ખાતે ‘સંગીત દિવસ’ની ઉજવણી

બાબરા ના ગળકોટડી ગામે પ્રાથમિક શાળા ખાતે ‘સંગીત દિવસ’ની ઉજવણી કરવામાં આવી
બાબરા તાલુકાનાં ગળકોટડી પ્રા.શાળા ખાતે 66માં ધ ગ્રેમી એવોર્ડ્સમાં ભારતના સંગીતકારો એ એકસાથે 7 એવોર્ડ્સ મેળવતા તેની ખુશાલી સાથે સંગીત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રેમી એવોર્ડ્સ સંગીતની દુનિયામાં અપાતો સૌથી મોટો એવોર્ડ છે,ત્યારે ભારત દેશના મહાન સંગીતકારો એકસાથે સાત એવોર્ડ દેશ માટે જીતીને લાવ્યા ત્યારે ગળકોટડી પ્રા.શાળાના વિધ્યાર્થીઓ દ્વારા ખુશાલી મનાવવાના ભાગરૂપે સંગીત દિવસ ઉજવ્યો હતો.વિધાર્થીઓએ આ પ્રસંગે પ્રાચીન તથા અર્વાચીન કુલ -19 જેટલા વાધ્યોનો પરિચય મેળવ્યો હતો.જેમાં ડમરૂ, શંખ, મંજીરાં,ઝાંઝ થી શરૂ કરી આધુનિક ટ્રીમબારલી,ગિટાર તથા કોંગોનો સમાવેશ થાય છે.શાળાના આચાર્ય (HTAT) શ્રી દીપકભાઈ દવે દ્વારા આ વાધ્યોના ઉદભવથી માંડીને તેના આધુનિક સ્વરૂપને સમજાવવામાં આવ્યું હતું.
આદિકાળ થી શરૂ કરી આજના આધુનિક સંગીતના સ્વરૂપને શાળાના વિધ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, સાથે શાળાના આચાર્ય દીપકભાઇ દવે દ્વારા તમામ વાધ્યો સાથે સંગત કરી સુંદર રજૂઆત કરવામાં આવી હતી.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિધ્યાર્થીઓમાં સંગીત પ્રત્યે રસ, રૂચી જગાડવાનો તથા માહિતીગાર કરવાનો હતો. આ કાર્યક્રમમાં વિધ્યાર્થીઓ પાયાની માહિતી મેળવતા ખૂબ ખુશ જણાતા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારના ભાઈઓ-બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ દિપક કનૈયા બાબરા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300