રાધનપુર : એસટી બસ ચેકરોના લીધે ડેપોની બહાર સુધી બસોની મોટી લાઇનો લાગતાં લોકો પરેશાન

પાટણ જિલ્લાના રાધનપુરમાં એસટી બસ સ્ટેન્ડમાં ચેકીંગ સ્ટાફના દરરોજ સવારથી જ ધામા હોય છે. ત્યારે ચેકીંગ સ્ટાફ દ્વારા પાર્સલ ઓફિસ પાસે એસટી બસો ઉભી રાખીને બસો ચેક કરવામાં આવતી હોવાથી પ્રવેશદ્વારની બહાર સુધી એસટી બસોની મોટી લાઈનો લાગી જતી હોય છે. જેના કારણે શહેરના મેઈન રોડ ઉપર એસટી બસોના કારણે ટ્રાફિકજામની સમસ્યા વારંવાર સર્જાતી જોવા મળતી હોય છે અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે.ત્યારે વધુ એકવાર સોમવાર નાં રોજ પણ આજ પરિસ્થિત નું નિર્માણ થયું હતું. એસ ટી વિભાગ તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને વિચાર વિમર્શ કરવો જોઈએ તેવું સ્થાનિક લોકો અને વેપારીઓની માંગ છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ, રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300