લીંબડી : પૂ.મોરારીબાપુ ની રામકથામા ગુજરાતના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય ઉપસ્થિત રહયા

લીંબડી ચાલી રહેલ રામકથામા ગુજરાતના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય હાજર રહ્યા હતા
ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો શ્રી લીંબડી નિમ્બાર્ક પીઠ મોટામંદિર દ્રારા લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર આવેલ શ્રધ્ધા હાઈસ્કૂલની બાજુમાં આવેલ ખેતરમાં મોરારીબાપુની રામકથા બેસી છે ત્યારે આપણાં રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યજીની ખાસ ઉપસ્થિત રહી હતી ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે હાઈવે પર તેમજ રામકથા સ્થળ પર પોલીસનો કાફલો જોવા મળ્યો હતો તેમજ પોલીસ વર્જાવાન, ફાઈર ફાઈટર, 108 એમ્બ્યુલન્સ સહિતના વાહનોનો પણ કાફલો જોવા મળ્યો હતો ત્યારે આજે રામકથામાં સાધુ સંતો મહંતો હાજર રહ્યા હતા તેમજ ખાસ કરીને લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, વઢવાણ ધારાસભ્ય અને નાયબ દંડક જગદીશભાઈ મકવાણા મોટામંદિર મંહત લાલદાસ બાપુ, તેમજ અધિકારીઓમા સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ, ડેપ્યુટી કલેકટર, મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા ત્યારે આ રામકથામા રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય દ્રારા ખેડુતોને ખેતી વિષયક માહિતી સાથે ગૌમાતાની વિષયક સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી ત્યારે આ રામકથામા હજારોની સંખ્યામાં લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતાં ત્યારે ગુજરાત રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યનુ વક્તવ્ય પૂરું થયા બાદ રાષ્ટ્રીય ગીત ગવાયું હતું ત્યારે બાદ રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય જવા રવાનાં થયા
રિપોર્ટ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300