ઉત્તર કોરિયાની મુલાકાતે પહોંચનાર પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિ બન્યાં ટ્રમ્પ

પ્યોંગયોંગ,
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારના રોજ ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જાંગ ઉન સાથે અસૈન્ય ક્ષેત્રમાં મુલાકાત કરી. ત્યારબાદ કિમ જાંગ ઉનની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયાની સરજમીન પર કદમ મૂકયો. તેની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ એવા પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ બની ગયા જેને ઉત્તર કોરિયાની ધરતી પર પગ મૂકયો હોય.
એટલું જ નહીં અમેરિકન રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જાંગ ઉનને વ્હાઇટ હાઉસમાં આવવાનું આમંત્રણ પણ આપ્યું. આ દરમ્યાન ટ્રમ્પે ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જાંગ ઉનના વખાણ પણ કર્યા. હાલ બંને નેતા પરસ્પર વાતચીત કરી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જાંગ ઉન એ આ મુલાકાતને ઐતિહાસિક ગણાવી છે. ટ્રમ્પે કહ્યું કે ઉત્તર કોરિયાની ધરતી પર આવવું તેમના માટે ખૂબ જ ગર્વની વાત છે. ત્યાં કિમ જાંગ ઉને કહ્યું કે આ મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમના શ્રેષ્ઠ સંબંધોને દર્શાવે છે.
આની પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જાએ-ઇન સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય વાતચીત કરી. આપને જણાવી દઇએ કે થોડાંક સમય પહેલાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયાને પરમાણુ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા હતા અને ઉત્તર કોરિયા અમેરિકાને આંખ દેખાડતું હતું. જા કે હવે Âસ્થતિ બદલાઇ ચૂકી છે અને બંને દેશ હાથ મિલાવી ચૂકયા છે. આની પહેલાં અમેરિકાના રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જાંગ ઉનની વચ્ચે સિંગાપુરમાં પહેલી વખત મુલાકાત થઇ હતી.